PM મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની મિત્રતાનો આ કોઈ પહેલો પ્રસંગ નથી. ડિસેમ્બર 2023ની શરૂઆતમાં, દુબઈમાં આયોજિત ક્લાઈમેટ કોન્ફરન્સ COP28 મીટિંગ દરમિયાન પણ બંને નેતાઓ મળ્યા હતા. તે સમયે જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.

કેનેડા, બુધવાર
કેનેડાના કનાનાસ્કિસમાં 51મા G-7 સમિટ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની વચ્ચેની મુલાકાત ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તેમની વચ્ચેનો ગરમજોશીભર્યો હેન્ડશેક અને સ્મિત કરતો વીડિયો વાયરલ થતાં જ, #Melody હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું. આ મુલાકાત બાદ મેલોનીએ X પર એક ફોટો શેર કર્યો, જેના પર PM મોદીએ પણ પ્રતિક્રિયા આપીને બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતા પર ભાર મૂક્યો.
મેલોનીની X પોસ્ટ અને PM મોદીનો રિપ્લાય
G7 સમિટ દરમિયાન PM મોદી અને મેલોની હાથ મિલાવતા અને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ મુલાકાત બાદ જ્યોર્જિયા મેલોનીએ X પર PM મોદી સાથેનો ફોટો શેર કરતા લખ્યું હતું કે, “ઇટાલી અને ભારત એક મહાન મિત્રતાથી જોડાયેલા છે.”
Fully agree with you, PM Giorgia Meloni. India’s friendship with Italy will continue to get stronger, greatly benefitting our people!@GiorgiaMeloni https://t.co/LaYIIZn8Ry
— Narendra Modi (@narendramodi) June 17, 2025
આ પોસ્ટ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તરત જ પ્રતિક્રિયા આપી. PM મોદીએ લખ્યું, “પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. ઇટાલી સાથે ભારતની મિત્રતા વધુ મજબૂત બનશે, જેનો આપણા લોકોને ઘણો ફાયદો થશે!” આ ટ્વિટ દ્વારા PM મોદીએ ભારત અને ઈટાલી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો.
વાયરલ ‘મેલોડી’ સેલ્ફી
PM મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચેની મિત્રતાનો આ કોઈ પહેલો પ્રસંગ નથી. ડિસેમ્બર 2023ની શરૂઆતમાં, દુબઈમાં આયોજિત ક્લાઈમેટ કોન્ફરન્સ COP28 મીટિંગ દરમિયાન પણ બંને નેતાઓ મળ્યા હતા. તે સમયે જ્યોર્જિયા મેલોનીએ PM મોદી સાથેની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં તેમણે COP-28 પર “સારા મિત્રો” હોવાનું જણાવ્યું હતું. તે સેલ્ફી પણ ખૂબ જ વાયરલ થઈ હતી અને #Melody હેશટેગ ત્યારથી જ ચર્ચામાં આવ્યું હતું.
G7 સમિટમાં અન્ય મહત્વપૂર્ણ મુલાકાતો
G7 સમિટ દરમિયાન PM મોદીએ અન્ય વિશ્વ નેતાઓ સાથે પણ મુલાકાતો કરી હતી. તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસ સાથે મુલાકાત કરી અને ‘X’ પર પોસ્ટ કર્યું, “કેનેડામાં G7 સમિટ દરમિયાન મારા મિત્ર ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન અલ્બેનીસને મળીને આનંદ થયો.”
આ ઉપરાંત, PM મોદીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સાથે પણ વાતચીત કરી હતી અને તેમનો ફોટો શેર કરતા આનંદ વ્યક્ત કર્યો હતો.
PM મોદીએ આલ્બર્ટાના કનાનાસ્કિસમાં મેક્સિકોના નવા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ સાથે પણ મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ આતંકવાદ સામેની ભારતની લડાઈમાં મેક્સિકો દ્વારા અપાયેલા સમર્થન બદલ રાષ્ટ્રપતિ શેનબૌમનો આભાર માન્યો અને તેમને ભારતની મુલાકાત લેવા આમંત્રણ પણ આપ્યું.











