સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ઈરાની અધિકારીએ વ્હાઇટ હાઉસના દરવાજા પર આજીજી કરવાનો પ્રયાસ કર્યો નથી.

નવી દિલ્હી,બુધવાર: સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ઈરાની અધિકારીએ વ્હાઇટ હાઉસના દરવાજા પર આજીજી કરવાનો પ્રયાસ કર્યો નથી. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન ક્યારેય દબાણ હેઠળ વાટાઘાટ કરતું નથી અને ધમકીઓના પડછાયામાં શાંતિ સ્વીકારતું નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાને વાતચીત માટે હાથ લંબાવ્યો છે. તેહરાને આ દાવાને ખોટો ગણાવીને તેને નકારી કાઢ્યો હતો અને સંભવિત યુએસ હુમલાની સ્થિતિમાં બદલો લેવાની ચેતવણી આપી હતી.સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોઈ ઈરાની અધિકારી વ્હાઇટ હાઉસના દરવાજા સુધી ગયો નથી, નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન ક્યારેય દબાણ હેઠળ વાટાઘાટો કરતું નથી કે ધમકી હેઠળ શાંતિ સ્વીકારતું નથી.
ઈરાને ટ્રમ્પની ટિપ્પણીઓને કાયર અને ખોટી ગણાવી અને તેમને થાકેલા યુદ્ધખોર ગણાવ્યા. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે દરેક ધમકીનો જવાબ ધમકીથી આપશે અને દરેક કાર્યવાહીનો યોગ્ય બદલો લેવામાં આવશે.નિવેદનમાં ખાસ કરીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીને નિશાન બનાવવાની ટ્રમ્પની ધમકી પર કડક પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને કહ્યું હતું કે તેમના જૂઠાણા કરતાં વધુ ઘૃણાસ્પદ તેમનું કાયર નિવેદન છે જેમાં તેમણે આપણા સુપ્રીમ લીડરને ખતમ કરવાની વાત કરી હતી.
ટ્રમ્પે ખુલ્લી ધમકી આપી હતી
ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ અંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સતત આવી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવા કહ્યું છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ Truth Social – UNCONDITIONAL SURRENDER પર મોટા બોલ્ડ અક્ષરોમાં લખ્યું છે.ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની માટે કઠોર શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને કહ્યું હતું કે અમે બરાબર જાણીએ છીએ કે કહેવાતા સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે. તે એક સરળ નિશાન છે પણ તે અત્યારે સુરક્ષિત છે. અમે તેમને હમણાં મારવાના નથી, ઓછામાં ઓછું હમણાં નહીં. પરંતુ અમે નથી ઇચ્છતા કે નાગરિકો પર મિસાઇલોથી હુમલો થાય અને અમેરિકન સૈનિકો પર હુમલો થાય. અમારી ધીરજ ખૂટી રહી છે.










