સિંગાપોર વેરિઅન્ટ: ICMR તરફથી રાહતના સમાચાર, કોવિડ કેસ ઘટ્યા, પણ સાવચેતી જરૂરી!

ICMR-NIV અનુસાર, ભારતમાં હાલમાં JN.1, LF.7, XFG અને NB.1.8.1 જેવા ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ (sub-variants) સક્રિય છે.

નવી દિલ્હી, શુક્રવાર
ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે એક નવી જાણકારી સામે આવી છે. ICMR-NIV, પુણેના ડાયરેક્ટર ડો. નવીન કુમારે જણાવ્યું છે કે ભારતમાં હવે સિંગાપોરમાં જોવા મળેલા ‘નિમ્બસ વેરિઅન્ટ’ ના કેસ પણ સામે આવ્યા છે. જોકે, આ અંગે ICMR-NIV દ્વારા દેશવાસીઓને રાહતના સમાચાર પણ આપવામાં આવ્યા છે.

સિંગાપોર વેરિઅન્ટની ભારતમાં પુષ્ટિ, પણ લક્ષણો હળવા
ડો. નવીન કુમારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં કોવિડ-19ના એક્ટિવ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હાલમાં જે વેરિઅન્ટ્સ ફેલાઈ રહ્યા છે, તેના લક્ષણો સામાન્ય અને હળવા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે કોવિડ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી, પરંતુ તેની અસર પહેલાં જેટલી ઘાતક નથી. આથી, ગભરાવાને બદલે સતર્ક રહેવાની જરૂર છે.

ડો. કુમારે જણાવ્યું, “અમે કોવિડના વેરિઅન્ટ્સની જીનોમિક તપાસ અને ડાયગ્નોસિસ કરી રહ્યા છીએ. સિંગાપોર અને તેની આસપાસના દેશોમાં કેસોમાં વધારો થયા બાદ અમે જોયું કે તે જ વેરિઅન્ટ ભારતમાં પણ છેલ્લા 5-6 અઠવાડિયાથી જોવા મળી રહ્યો છે. અમે આ અંગે અમારી મોનિટરિંગ અને ટેસ્ટિંગ વધારી દીધી છે.’

ભારતમાં કયા વેરિઅન્ટ્સ એક્ટિવ છે?
ICMR-NIV અનુસાર, ભારતમાં હાલમાં JN.1, LF.7, XFG અને NB.1.8.1 જેવા ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ્સ (sub-variants) સક્રિય છે. ડો. કુમારના મતે, “અમે આ તમામ વેરિઅન્ટ્સને આઇસોલેટ કરી લીધા છે અને અત્યાર સુધી તેમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. મોટાભાગના સંક્રમણ હળવા જ છે.’

સંક્રમણની ગતિ અને કેસોમાં ઝડપ
શું વાયરસ આપણી કુદરતી અથવા વેક્સિનથી બનેલી ઇમ્યુનિટીથી બચી રહ્યો છે? શું આ વેરિઅન્ટ્સ પહેલાં કરતાં વધુ ગંભીર છે કે પછી ઓમિક્રોન જેવા હળવા છે? તેમણે કહ્યું, “હાલમાં મોટાભાગના કેસોમાં લક્ષણો ઓમિક્રોન જેવા જ હળવા અને સામાન્ય છે.”

ડોક્ટરે એમ પણ જણાવ્યું કે જો કોઈ નવો વેરિઅન્ટ ઉભરી આવે છે, તો સરકાર પાસે બે વિકલ્પો છે: એક હાલની વેક્સિનની અસરકારકતા તપાસવી અને બીજું ખાસ કરીને નવા વેરિઅન્ટને ટાર્ગેટ કરીને નવી વેક્સિન બનાવવી. તેમણે ઉમેર્યું, “અમારી વેક્સિન ડેવલપમેન્ટ ક્ષમતા તૈયાર છે અને જરૂર પડ્યે નવી વેક્સિન જલદી વિકસાવી શકાય છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સરકાર સંપૂર્ણપણે સતર્ક છે.”

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!