દહેગામ – રખિયાલ હાઇવે પર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત

બન્ને યુવકો બાઈક લઇ દહેગામ આવી રહ્યા હતા ત્યારે બેફામ આવતા ટ્રકે ટક્કર મારી હતી : અકસ્માત એટલો ભયાનક હતો કે બંનેના સ્થળ પર મોત નીપજ્યા

દહેગામ, રવિવાર : દહેગામ – રખિયાલ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં બે બાઈક સવાર યુવકોના મોત થયા નીપજ્યા છે. દહેગામ – મોડાસા હાઈવે પર બબલપુરા પાટિયા પાસે પુરઝડપે જઈ રહેલા ટ્રકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ 108 ની ટીમ ઘ્વારા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ રખિયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બંને મૃતક યુવકો દહેગામ તાલુકાના ધારીસણા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

આ અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર જેમાં દહેગામ તાલુકાના ધારીસણા ગામ ખાતે રહેતા અને કટલરીનો દુકાન ધરાવતા આકાશ નરેન્દ્રભાઈ પરમાર અને દિપક ધનજીભાઈ રાઠોડ બાઈક લઈને દહેગામ જવા નીકળ્યા હતા. બાઈક જ્યારે દહેગામ મોડાસા હાઈવે પર બબલપુરા પાટિયા નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે હાઇવે પરથી બેફામગતિએ પસાર થઈ રહેલ ટ્રેકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ 108 પર કોલ કરતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અકસ્માતની જાણ થયા બાદ રખિયાલ પોલીસ પણ ઘટના સ્તળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી બંને મૃતકોની લાશને પીએમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી હતી. ધારીસણા ગામના બબ્બે યુવકોના આકસ્મિક મોતના પગલી સમગ્ર પંથકનો શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બેફામ દોડતા ટ્રકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉગ્ર બની છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!