છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના જોડિયા માં 7.17 ઇંચ, જૂનાગઢ જિલ્લાના મેંદરડા માં 5.7 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢ માં 5.0 ઇંચ, જૂનાગઢના કેશોદ માં 4.9 ઇંચ, જામનગરના કાલાવડ માં 4.6 ઇંચ અને સુરતના પલસાણા માં 5.6 ઇંચ વરસાદ પડ્યો છે.

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 159 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને જનતા બંનેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લા 24 કલાકનો વરસાદી રિપોર્ટ
છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના જોડિયા માં 7.17 ઇંચ, જૂનાગઢ જિલ્લાના મેંદરડા માં 5.7 ઇંચ, બનાસકાંઠાના અમીરગઢ માં 5.0 ઇંચ, જૂનાગઢના કેશોદ માં 4.9 ઇંચ, જામનગરના કાલાવડ માં 4.6 ઇંચ અને સુરતના પલસાણા માં 5.6 ઇંચ વરસાદ પડ્યો છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘમહેર વધુ જોવા મળી છે.

આજે કયા જિલ્લાઓમાં યલો એલર્ટ?
દક્ષિણ ગુજરાત: નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર
મધ્ય ગુજરાત: વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર
ઉત્તર ગુજરાત: અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા
સૌરાષ્ટ્ર: અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, સુરેન્દ્રનગર
આ ઉપરાંત, હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે.











