જાણો ક્યાં કયાં વરસાદ ધબધબાટી બોલાવશે : 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગાંધીનગર, સોમવાર : વરસાદ હજુ પણ આગામી દિવસોમાં ભુક્કા બોલાવશે તેવું લાગે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસ દ્વરા રાજ્યમાં વરસાદને લઈ ભારે આગાહી કરી છે. 27 જૂને રથયાત્રામાં વરસાદ પડવાની શકયતા છે. તેમજ આજે અમદાવાદમા યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 24 થી 27 જૂન દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ 25-29 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 27મીએ અમદાવાદમાં રથયાત્રા દરમિયાન પણ વરસાદ પડી શકે છે. જેમાં 26 થી 30 જૂન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. 7 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જાઇએ તો વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ખંભાત, પંચમહાલ, દાહોદ, સુરત, આણંદ, કપડવંજ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, આહવા, નર્મદા, છોટાઉદેપુર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદ આવી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે.











