રથયાત્રા મનોરંજનનું સાધન નથી કે છોડી દેવું જોઈએ, ભગવાનને પ્રાર્થના કરીશું એવી કોઈ દુર્ઘટના ન બને : મહેન્દ્ર ઝા

અમદાવાદ, સોમવાર : અમદાવાદમાં નીકળનારી રથયાત્રાને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે ઐતિહાસિક રથયાત્રાને લઈ અમદાવાદ જગન્નાથ મંદિરના ટ્રસ્ટ્રી મહેન્દ્ર ઝા એ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રથયાત્રા મનોરંજનનું સાધન નથી ભક્તિ કરવા માટે હોય છે. આ મનોરંજનનું સાધન નથી કે છોડી દેવું જોઈએ. ભગવાનને પ્રાર્થના કરીશું એવી કોઈ દુર્ઘટના ન બને. તમામ સૃષ્ટિ સુખી રહે તે માટે પ્રાર્થના કરીશું. રથયાત્રાનું 46 લાખનું બજેટ છે. તેમજ રથયાત્રાનો 1 કરોડનો ઈન્શ્યોરન્સ છે.
રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે શુક્રવારે નીકળશે. ઐતિહાસિક રથયાત્રામામ 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ વાજા રહેશે. તેમજ ભગવાનનો રથ ખેંચવા માટે 1000 થી 1200 જેટલા ખલાસીઓ હશે. તેમજ દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો ભાગ લેશે જેમાં અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાપુરી તથા સૌરાષ્ટ્રમાંથી તમામ સંતો પધારશે. તેમજ મુખ્યમંત્રી પહિંદ વિધિ કરશે. અને રથ ખેંચી રથયાત્રાનો શુભારંભ કરાવશે. સવારે 5 વાગ્યે મંગળા આરતી થશે. મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યક્રમ યોજાશે. તેમજ ભગવાનનું મન ગમતું આદિવાસી નૃત્ય પણ કરવામાં આવશે. રથયાત્રામાં પ્રસાદ રૂપે 30000 મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કીલો કાકડી અને દાડમ પ્રસાદમાં આપશે.










