અંગુથલા ગામની સ્વયં સહાયતા જૂથ (SHG)ની મહિલાઓ માટે 7 દિવસની રાખી બનાવટ તાલીમ રાખવામાં આવી હતી

દહેગામ, મંગળવાર : મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારની સાથે સાથે વિવિધ સંસ્થાઓ ઘ્વારા પણ વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. તેવી જ રીતે દહેગામમાં કાર્યરત સાયબેજ આશા ટ્રસ્ટ ઘ્વારા આગામી રક્ષાબંધનના તહેવાર પૂર્વે અંગુથલા ગામે મહિલાઓને રાખડી બનાવવાની તાલીમ અપાઈ છે.
દહેગામ તાલુકાના અંગુથલા ગામમાં સાયબેજ આશા ટ્રસ્ટ દ્વારા સાયબેજ સંપદા સ્કિલ ટ્રેનિંગ અંતર્ગત મહિલાઓ માટે રાખી બનાવટ તાલીમ આપવામાં આવી. આ તાલીમ અંતર્ગત અંગુથલા ગામની સ્વયં સહાયતા જૂથ (SHG)ની મહિલાઓ માટે 7 દિવસની રાખી બનાવટ તાલીમ રાખવામાં આવી. આ તાલીમનું મુખ્ય ઉદ્દેશ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો તેમજ રક્ષાબંધન જેવા પવિત્ર તહેવાર માટે સ્થાનિક સ્તરે બનાવેલી આકર્ષક અને નવીન ડિઝાઇનની રાખી બજારમાં લાવવામાં સહાયરૂપ થશે. ટ્રેનર સોનલબેન મુંજાણી દ્વારા બહેનો ને તાલીમ અપાવવામાં આવી અને તાલીમ દરમ્યાન મહિલાઓ વિવિધ પ્રકારની ડિઝાઇન અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો અને બજારમાં વેચાણ માટે સુંદર રાખડીઓ તૈયાર કરવામાં આવી. સાયબેજ સંપદા દ્વારા મહિલાઓને આવક ઉભી કરવા માટે ગ્રામ્ય સ્તરે કૌશલ્ય તાલીમ અને આજીવિકાની તકો વિકસાવવા સતત પ્રયાસ કરવામાં આવે છે.











