જોકે, હજુ સુધી તેણે આખરી સંમતિ આપી નથી : કિયારા હાલ પ્રેગનન્ટ છે અને તેના કારણે ‘ડોન થ્રી’ સહિતના પ્રોજેક્ટસ જતા કર્યા છે

મુંબઇ, મંગળવાર : સ્વ. અભિનેત્રી મીના કુમારીની બાયોપિક માટે કિયારા અડવાણીને ઓફર કરાઈ હોવાનું કહેવાય છે.કિયારાને આ ફિલ્મની સ્ક્રિપ્ટ મોકલી દેવાઈ છે અને તેને આ સ્ક્રિપ્ટ પસંદ પણ પડી હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી તેણે આખરી સંમતિ આપી નથી.
કિયારા હાલ પ્રેગનન્ટ છે અને તેના કારણે ‘ડોન થ્રી’ સહિતના પ્રોજેક્ટસ જતા કર્યા છે. આ ફિલ્મ તે સ્વીકારશે તો પણ તેની ડિલિવરી પછી જ શૂટિંગ શરુ થશે.સિદ્ધાર્થ પી. મલ્હોત્રા અન અમરોહી પરિવાર સાથે મળીને આ બાયોપિક બનાવી રહ્યાં છે. મીનાકુમારીની બાયોપિકની ઘોષણા પછી ઘણી અભિનેત્રીઓ આ રોલ ભજવવા માટે સ્પર્ધામાં હતી.











