દિલજીત દોસાંજ વિવાદમાં ફસાયા : FWICEએ નાગરિકતા રદ કરવાની કરી માંગ

હવે ફિલ્મની સાથે-સાથે સિંગર અને મેકર્સ પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ : હવે દિલજીતના પ્રોજેક્ટ્સનું શું થશે તે ભવિષ્યમાં જાણ થશે

દિલજીત દોસાંજ વિવાદમાં ફસાયા

મુંબઈ, મંગળવાર : પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંજની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. જ્યારથી તેણે પોતાની ફિલ્મ ‘સરદાર જી 3’ના ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમીરને બતાવી છે, ત્યારથી લોકો ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા છે. હવે ફિલ્મની સાથે-સાથે સિંગર અને મેકર્સ પર પણ પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે.

ફેડરેશન ઑફ વેસ્ટર્ન સિને એમ્પલૉઇઝ (FWICE)એ એક પ્રેસ સીલિઝ જાહેર કરી છે, જેમાં તેણે દિલજીત દોસાંજ સાથે ફિલ્મ ‘સરદાર જી 3’ના મેકર્સ પર હંમેશા માટે પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ એક લેટર લખવામાં આવ્યો કે સિંગરનો પાસપોર્ટ સીઝ કરી હંમેશા માટે ભારતીય નાગરિકતા રદ કરી દેવામાં આવે. FWICEએ પોતાની પ્રેસ રીલિઝમાં લખ્યું, ‘અમે એક્ટર-સિંગર દિલજીત દોસાંજ, ગુણબીર સિંહ સિદ્ધુ, મનમોડ સિદ્ધુ અને ડિરેક્ટર અમર હુંદલ સામે નિંદા કરી અને આક્રોશ વ્યક્ત કરીએ છીએ. જેણે પોતાની આવનારી ફિલ્મ સરદાર જી 3 માટે પાકિસ્તાન એક્ટ્રેસ હાનિયા આમિર ખાનને ફિલ્મમાં કાસ્ટ કરી તેણે ઈન્ડિય ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું અપમાન કર્યું છે અને રાષ્ટ્રીય ભાવનાનું પણ સન્માન નથી કર્યું.’

FWICEએ વધુમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવને અપીલ કરી કે તેઓ દિલજીત અને ફિલ્મ મેકર્સ સામે કોઈપણ વિલંબ કર્યા વિના કડક કાર્યવાહી કરે. તેમનો ભારતીય પાસપોર્ટ કોઈપણ વિલંબ કર્યા વિના રદ કરવામાં આવે અને તેમને ભારતીય નાગરિકતા અને રાષ્ટ્રીય ઓળખ સંબંધિત કોઈપણ અધિકારો, વિશેષાધિકારો અથવા પ્રતિનિધિત્વનો લાભ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવે.ફેડરેશને હાનિયા આમીરના કાસ્ટિંગને પણ ખોટો નિર્ણય ગણાવ્યો. તેમણે લખ્યું કે, ‘જ્યારે ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું ત્યારે હાનિયાએ ભારતીય સેના અને દેશ વિરુદ્ધ ઘણું કહ્યું હતું. કોઈપણ ભારતીય ફિલ્મમાં તેમની હાજરી દેશના શહીદો અથવા શહીદોના પરિવારો માટે શરમજનક છે.’FWICEએ તેની પ્રેસ રીલિઝમાં તમામ ભારતીય OTT પ્લેટફોર્મ્સને દિલજીત દોસાંઝ સાથેના તેમના બધા સંબંધો તોડી નાખવાની અપીલ પણ કરી છે. માત્ર OTT જ નહીં, બધા ફિલ્મ મેકર્સ અને ફિલ્મ ફેડરેશનોએ દિલજીત સાથે કામ ન કરવું જોઈએ કારણ કે તેણે દુશ્મન સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. જણાવી દઈએ કે, દિલજીતના ઘણા બોલિવૂડ પ્રોજેક્ટ્સ થોડા સમયમાં આવવાના છે. તે સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી સાથે ‘બોર્ડર 2’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત, તે ઇમ્તિયાઝ અલીની રોમેન્ટિક લવ સ્ટોરી ફિલ્મમાં પણ કામ કરશે

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!