કાયદાના રક્ષકે કાયદો તોડ્યો ! પોલીસ કોન્સ્ટેબલનો કરોડોનો સાઇબર ફ્રોડનો ભાંડો ફૂટી ગયો

નર્મદા સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલે કરોડોનું સાયબર ફ્રોડ આચર્યું, ડીએસપીએ સસ્પેન્ડ કર્યો : આ મામલે નર્મદા જિલ્લા પોલીસ વડાએ ફરિયાદ દાખલ કરવા માટે રાજપીપળા ટાઉન પીઆઈને સુચના આપી

પોલીસ કોન્સ્ટેબલનો કરોડોનો સાઇબર ફ્રોડનો ભાંડો ફૂટી ગયો

નર્મદા, ગુરુવાર : નર્મદા જિલ્લાની સાયબર સેલમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીની સામે કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કર્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના પોલીસ વડાને મળેલી માહિતીના આધારે રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરને ફરિયાદ દાખલ કરવાની સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે રાજપીપળા પોલીસ મથકમાં લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એ ખુલાસો થયો છે કે આરોપીએ પોતાની ફરજનો દુરુપયોગ કરીને નાણાકીય ગેરરીતિ આચરી છે.હાલમાં નર્મદા પોલીસે લક્ષ્મણ ચૌધરીને સસ્પેન્ડ કરી દીધો છે અને આ મામલે આગળની તપાસ શરૂ થઈ ચૂકી છે. આરોપી કોન્સ્ટેબલ કેવી રીતે અને ક્યાંકથી આ પ્રકારનું ફ્રોડ ચલાવતો હતો, તે અંગે સાયબર ક્રાઈમ અને પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી છે.

જાણો શું છે મામલો
નર્મદા જિલ્લા સાયબર સેલના જ એક પોલીસ કોન્સ્ટેબલ કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મણ ચૌધરી કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેલ આઇડી પરથી જે પણ માલેતુજાર હોય એના બેન્ક ખાતા બંધ કરવા માટે જે તે બેન્કોને મેલ દ્વારા જાણ કરતો હતો. હવે પોલીસ વિભાગના સરકારી મેલ દ્વારા જાણ થતા જે તે બેન્કે ખાતા બંધ કરી દેતી હતી. હવે જેના બેન્ક ખાતા બંધ થાય એ પોતાની ફરિયાદ નોંધાવા માટે રાજપીપળા સાયબર સેલમાં આવતા હતા. જે પણ આવી ફરિયાદ માટે સાયબર સેલમાં આવે તેની પાસેથી આ પોલીસકર્મી રૂપિયાની માંગણી કરતો હતો. આ બાબતની જાણ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેને થતા તેમણે તપાસ એ.એસ.પી લોકેશ યાદવને સોંપી હતી. છેલ્લા 3 મહિનાની તપાસ બાદ સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીએ સાયબર ફ્રોડ કર્યું હોવાનો રિપોર્ટ જિલ્લા પોલીસ વડાને કર્યો હતો. નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેએ આ બાબતે રેન્જ આઇજી અને ડીજીપી તથા ગૃહ વિભાગને જાણ કરી હતી. ત્યાંથી આ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની સૂચના મળતા લક્ષ્મણ ચૌધરી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ નર્મદા એસઓજી પોલીસ કરી રહી છે. રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવીએ જણાવ્યું હતું કે, ‘લક્ષ્મણ ચૌધરીએ કેટલા રૂપિયાની સાયબર ફ્રોડ કર્યું છે એ જાણવા મળ્યું નથી. પરંતુ લક્ષ્મણ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!