ચાલો, જાણીએ એવા ઉપકરણો વિશે જે સસ્તા અને અસરકારક છે

અમદાવાદ, ગુરુવાર : મોસમે રાહત આપવાની જગ્યાએ હાલ હાલાકી ઊભી કરી છે. ગુજરાત સહિત દેશના મોટા ભાગમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આવા સમયમાં ટૂ-વ્હીલર સવારો માટે સલામત મુસાફરી સૌથી મોટી પડકાર છે. ખાસ કરીને જ્યારે હેલ્મેટના કાચ પર પાણીનાં ટીપાં પડે અને અંદર ફોગ ભરાઈ જાય, ત્યારે દ્રશ્યતા સંપૂર્ણ ઓછી થઈ જાય છે. ચાલો, જાણીએ એવા ઉપકરણો વિશે જે સસ્તા અને અસરકારક છે – અને એવી સ્થિતિમાં તમારી સલામતી માટે ફાયદાકારક બની શકે છે. જ્યારે હેલ્મેટના કાચ પર પાણી આવે છે, ત્યારે આગળની વિઝિબિલિટી ઘણી ઓછી થઈ જાય છે. તમારી આ સમસ્યાને સરળ બનાવવા માટે, બજારમાં ઘણા પ્રકારના ઉપકરણો આવવા લાગ્યા છે. જે તમને વરસાદના સમય ખુબ ઉપયોગી સાબિત થશે.
1.એન્ટિ-ફોગ કોટેડ ફિલ્મ: એન્ટી-ફોગ ફિલ્મ એક ખાસ પ્રકારની ફિલ્મ છે જે ફોગ અથવા પાણીના ટીપાને કાચ પર સ્થિર થવા દેતી નથી. આથી તમારા હેલ્મેટ પર પાણી પડતા જ તે કાચને ક્લીયર કરી દેશે અને તમે આગળનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકશો. આ ફિલ્મ તમને 70 રુપિયાથી લઈને 300 રુપિયા સુધી મળી જશે.
2.એન્ટિ-ફોગ કોટેડ ફિલ્મ: એન્ટી-ફોગ ફિલ્મ એક ખાસ પ્રકારની ફિલ્મ છે જે ફોગ અથવા પાણીના ટીપાને કાચ પર સ્થિર થવા દેતી નથી. આથી તમારા હેલ્મેટ પર પાણી પડતા જ તે કાચને ક્લીયર કરી દેશે અને તમે આગળનું દ્રશ્ય સ્પષ્ટ જોઈ શકશો. આ ફિલ્મ તમને 70 રુપિયાથી લઈને 300 રુપિયા સુધી મળી જશે.
3. ફિંગર વિઝર વાઇપર: આ ડિવાઇસ આંગળી પર પહેરવામાં આવે છે. તે એક નાનું વાઇપર છે જે કાચમાંથી પાણીને સંપૂર્ણપણે સાફ કરે છે. આ ડિવાઇસની ખાસ વાત એ છે કે તે આંગળીમાં સંપૂર્ણપણે ફિક્સ થઈ જાય છે, એટલે કે, હેલ્મેટમાંથી પાણી કાઢવા માટે તેને વારંવાર પહેરવાની જરૂર નથી. તેની ઓનલાઈન કિંમત 99 રૂપિયા છે.
4. શીલ્ડ વાઇપર: આ ઉપકરણને હેલ્મેટ પર ફિક્સ કરી શકાય છે. આ ઉપકરણ વોટરપ્રૂફ છે. તેમાં વાઇપર ફિક્સ્ડ છે, જે રિમોટ દ્વારા નિયંત્રિત થાય છે. આ રિમોટ ઘડિયાળ ડિઝાઇનનું છે, જે વાઇપરની ગતિ વધારી અથવા ઘટાડી શકે છે. વાઇપર હેલ્મેટના કાચમાંથી વરસાદના ટીપાં દૂર કરે છે. જે દૃશ્યતા જાળવી રાખે છે અને ડ્રાઇવિંગને સરળ બનાવે છે. તેની કિંમત લગભગ 8 હજાર રૂપિયાથી શરૂ થાય છે.











