જન્મદિવસે ફેન્સને આપ્યો સંદેશ, રિધિમા પંડિતે લીધો આંખોનું દાન કરવાનો નિર્ણય

જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો રાખવાને બદલે, તેમણે એક મહત્વપૂર્ણ અને માનવતાપૂર્ણ પગલું ભર્યું

રિધિમા પંડિતે લીધો આંખોનું દાન કરવાનો નિર્ણય

મુંબઈ, ગુરુવાર : ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી રિધિમા પંડિતે પોતાનો 35મો જન્મદિવસ એક અનોખી રીતે ઉજવ્યો. જન્મદિવસને માત્ર ઉજવણી પૂરતો રાખવાને બદલે, તેમણે એક મહત્વપૂર્ણ અને માનવતાપૂર્ણ પગલું ભર્યું છે. આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો. રિધિમાએ જણાવ્યું કે આ નિર્ણય સમયના કોઈ દબાણ હેઠળ નહીં, પણ લાંબા સમયથી પોતાની અંદર ઉગતું માનવીય સપનું પૂરું કરવા માટે લેવામાં આવ્યો છે. તેમના આ પગલાએ જન્મદિવસના અર્થને ખરેખર ખાસ અને અર્થપૂર્ણ બનાવી દીધો છે

અભિનેત્રી રિધિમા પંડિતે કહ્યું કે, અમે શાળામાં અંગદાન વિશે શીખ્યા હતા અને મૃત્યુ પછી પણ બીજાને મદદ કરી શકાય છે તે વિચારથી પ્રભાવિત થઈ હતી. મારી આંખો કોઈના માટે ઉપયોગી થઈ શકે છે તે મારા માટે અતિ અર્થપૂર્ણ લાગે છે.’ ઐશ્વર્યા રાય બચ્ચન વીશે રિધિમા પંડિતે કહ્યું કે, ‘ઘણાં વર્ષો પહેલા જ્યારે તેણીએ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન દ્વારા આંખોનું દાન કરવાની સંકલ્પ વિશે વાંચ્યું ત્યારે તેમનાથી પ્રેરણા મળી હતી. નાનપણમાં, મને યાદ છે કે હું તેમનાથી પ્રેરિત થઈ હતી. મેં પણ આંખોનું દાન કરવાનો સંકલ્પ કર્યો.’પરિવારની પ્રતિક્રિયા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રિધિમાએ કહ્યું, ‘મારા આખા પરિવારને ખૂબ જ ગર્વ છે. તે જાણે છે કે એક અભિનેત્રી તરીકે મારી પાસે એક અવાજ છે, એક પ્લેટફોર્મ છે અને તેઓ ખુશ છે કે હું તેનો ઉપયોગ યોગ્ય કારણોસર કરી રહી છું. આશા છે કે અન્ય લોકોને પ્રેરણા મળશે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!