રામ રાખે તેને કોણ ચાખે : નવસારીમાં SUV કાર નીચે આવ્યા બાદ પણ 3 વર્ષનું બાળક ચમત્કારિક રીતે બચી ગયું

પરિવારની સતર્કતાના કારણે બાળકને સહિસલામત બચાવી લેવામાં આવ્યું : આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે

નવસારી, શનિવાર : નવસારીમાંથી આવેલી એક હ્રદયકંપી ઘટના સમયસરની સતર્કતા અને સાવધાનીના કારણે મોટી દુર્ઘટના બનતાં બચી ગઈ. ત્રણ વર્ષનું બાળક ઘરની બહાર અન્ય બાળકો સાથે રમતું હતું ત્યારે એક SUV કાર ત્યાંથી પસાર થવા લાગી.ત્યારે 3 વર્ષનું એક નાનું બાળક રમતા રમતા SUV કારની નીચે આવી ગયું, પરંતુ પરિવારની સતર્કતાના કારણે બાળકને સહિસલામત બચાવી લેવામાં આવ્યું. આ ઘટનાનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે

મળતી માહિતી મુજબ નવસારીમાં બાળક પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે રમતું હતું, ત્યારે ત્યાંથી એક SUV કાર આવી રહી હતી. કાર આગળ વધતા ત્રણ વર્ષનુ બાળક તેની નીચે આવી ગયું. જો કે કાર ચાલકે તરત બ્રેક લગાવતાં મોટા અકસ્માતને ટાળી દીધો. પરિવારના અન્ય સભ્યો પણ તરત દોડી આવ્યા અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાએ ફરી એકવાર “રામ રાખે તેને કોણ ચાખે!” જેવી કહેવતને સાબિત કરી છે — જ્યાં માઠું થાવું હતું ત્યાં એક ક્ષણે બધું ટળી ગયું. બાળકની સલામતી માટે પરિવારની સતર્કતા અને ડ્રાઈવરનો સમયસરનો પ્રતિસાદ પ્રશંસનીય ગણાય.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!