કુદરતી સૌંદર્યથી ભરેલા હિમાલયી પ્રદેશ માટે આ ઋતુ આપત્તિ સમાન બની ગઈ છે : તેનો આધાર છે તેનું ભૌગોલિક સ્થાન, ભૂસ્તરશાસ્ત્રીય રચના, અને પર્વતોની અસ્થિર માટી અને નબળા ખડકો

ઉત્તરાખંડ, શનિવાર : ઉત્તરાખંડમાં દર વર્ષે ચોમાસાની ઋતુ સાથે જ વિનાશનું ચક્ર શરૂ થાય છે. ભારે વરસાદ, વહેતી નદીઓ અને પર્વતોથી થતા ભૂસ્ખલન સ્થાનિકોને અને પ્રવાસીઓને મુશ્કેલીમાં મૂકે છે. કુદરતી સૌંદર્યથી ભરેલા હિમાલયી પ્રદેશ માટે આ ઋતુ આપત્તિ સમાન બની ગઈ છે. આ લેખમાં આપણે સમજશું કે ઉત્તરાખંડમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલનની ઘટનાઓ શા માટે વધારે થાય છે. તેનો આધાર છે તેનું ભૌગોલિક સ્થાન, ભૂસ્તરશાસ્ત્રીય રચના, અને પર્વતોની અસ્થિર માટી અને નબળા ખડકો. જ્યારે ભારે વરસાદ પડે છે, ત્યારે પર્વતોની ધરતી ધસી પડે છે અને અનેક ગામો, રસ્તાઓ અને જીવન પર ખતરો ઊભો થાય છે.
વધુમાં માનવ સર્જિત પરિબળો જેમ કે અતિ નિર્માણ, વનવિનાશ અને પૂરતી સપોર્ટ વિના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પણ ભૂસ્ખલનને વધુ ગંભીર બનાવે છે. આ લેખના માધ્યમથી તમે જાણી શકશો કે કુદરતના આ વિનાશકારી સ્વરૂપ પાછળનું વિજ્ઞાન શું છે, અને શા માટે ઉત્તરાખંડને દર વર્ષે વરસાદ ભયના રૂપે સતાવે છે. ભારે વરસાદ, ભયજનક સ્તરે વહેતી નદીઓ અને ભૂસ્ખલન ઉત્તરાખંડમાં વરસાદની ઓળખ બની ગઈ છે. આ ઋતુ તેની સાથે વિનાશ અને એક પીડાદાયક દૃશ્ય મુકી જાય છે. અહી એ સમજવાની કોશિશ કરીશુ કે આખરે શા માટે વરસાદી સીઝનમાં ઉત્તરાખંડમાં જ કેમ વિનાશ આવે છે. શા માટે લેન્ડ સ્લાઈડની ઘટનાઓ વધુ થાય છે.
અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે અને ચોમાસાએ દેશના મોટાભાગના વિસ્તારોને ઘેરી લીધા છે. આ દરમિયાન, પર્વતોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં, વરસાદ વિનાશ વેરી રહ્યો છે.ઉત્તરાખંડમાં દર વર્ષે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. આવો જાણીએ તેની પાછળ ક્યા કારણો જવાબદાર છે. કુદરતી કારણો ભૌગોલિક અને ભૂસ્તરશાસ્ત્રીય સંવેદનશીલતા: ઉત્તરાખંડમાં વરસાદની ઋતુ દરમિયાન ભૂસ્ખલનથી થતા વિનાશનું સૌથી મોટું કારણ તેનું ભૌગોલિક સ્થાન છે. તે હિમાલયના એક ભાગમાં આવેલું છે જ્યાં ખડકો નબળા અને બરડ હોય છે. કાચા અને અસ્થિર પર્વતો કાચા અને અસ્થિર પર્વતો હોવાને કારણે, જ્યારે તેમના પર ભારે વરસાદ પડે છે, ત્યારે માટી અને ખડકો સરળતાથી તેમની પકડ ગુમાવી દે છે. વરસાદી પાણી તેમને પોતાની સાથે તાણી જવાનું શરૂ કરે છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ બને છે.











