પીરિયડ્સમાં થતો દુખાવો શા માટે થાય છે ? ડોક્ટરો પાસેથી જાણો કારણ

દરેક મહિલાઓ માટે પીરિયડ્સ ક્રેપ્સનો દુખાવો એક જેવો હોતો નથી : કેટલીક મહિલાઓને આ દુખાવો વધારે થાય છે અને તે અસહ્ય બની જાય છે

પીરિયડ્સમાં થતો દુખાવો શા માટે થાય છે

અમદાવાદ, શનિવાર : પીરિયડ્સ દરમિયાન દરમિયાન દુખાવો સામાન્ય માનવામાં આવે છે. પીરિયડ્સ પૂર્ણ થતાં જ આ સમસ્યા પણ દૂર થઈ જાય છે. પરંતુ દરેક મહિલાઓ માટે પીરિયડ્સ ક્રેપ્સનો દુખાવો એક જેવો હોતો નથી. કેટલીક મહિલાઓને આ દુખાવો વધારે થાય છે અને તે અસહ્ય બની જાય છે

મહિલાઓ માટે પીરિયડ્સ એ સહજ શારીરિક પ્રક્રિયા છે, પરંતુ ઘણીવાર તે દુખાવાની સાથે આવતી હોય છે. પેટ અને કમરના ભાગમાં થતો દુખાવો, થાક, માથાનો દુખાવો અને ચિડચિડાપણું સામાન્ય લક્ષણો ગણાય છે. પણ શું તમે જાણો છો કે એ દુખાવાનું વૈજ્ઞાનિક કારણ શું છે? ડોક્ટરો જણાવે છે કે પીરિયડ્સ દરમિયાન શરીરમાં પ્રોસ્ટાગ્લેન્ડિન્સ (Prostaglandins) નામના રાસાયણિક તત્વનું સ્તર વધે છે. આ તત્વ યૂટેરસને સંકોચાવા માટે ઉત્સાહિત કરે છે જેથી યૂટેરાઇન લાઇનિંગ બહાર નીકળી શકે. પરંતુ આ સંકોચન જ દુખાવાનું મુખ્ય કારણ બને છે. ક્યારેક આ સંકોચન વધુ તીવ્ર હોય છે, જેને કારણે અસહ્ય દુખાવો થાય છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!