મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય, મધ્યમ વર્ગને સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી આ જોગવાઈને કારણે અત્યાર સુધી મધ્યમ વર્ગના લોકોને આવાસ ટ્રાન્સફરના કિસ્સાઓમાં જે મોટો નાણાકીય બોજ આવતો હતો, તે હવે નોંધપાત્ર રીતે ઘટશે.

ગાંધીનગર, સોમવાર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત આપતો એક મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત, આવાસ ટ્રાન્સફર પર લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે, જે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ પગલાથી સામાન્ય જનતા પરનો નાણાકીય બોજ હળવો થશે.

શું છે આ નિર્ણય?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણય મુજબ, સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવેલી ટ્રાન્સફર માટે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીની 100% રકમ પૈકી, 80% સુધીની રકમ માફ કરવામાં આવશે. હવે માત્ર 20% જેટલી ડ્યુટી જ વસૂલ કરવામાં આવશે. આ છૂટછાટ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9(ક) હેઠળ આપવામાં આવશે.

જનતાને થશે આ ફાયદો
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી આ જોગવાઈને કારણે અત્યાર સુધી મધ્યમ વર્ગના લોકોને આવાસ ટ્રાન્સફરના કિસ્સાઓમાં જે મોટો નાણાકીય બોજ આવતો હતો, તે હવે નોંધપાત્ર રીતે ઘટશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાના અને મધ્યમ વર્ગના લોકોની રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવીને આ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

આ નિર્ણય પછી, મૂળ ડ્યુટીના 20% અને દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડ્યુટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે. આનાથી ડ્યુટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યુટીની રકમ ભરપાઈ કરવાની થતી હતી તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સકારાત્મક અને નાગરિક હિતકેન્દ્રી અભિગમથી આવા ટ્રાન્સફરના કિસ્સાઓમાં લોકો ઉપર દંડની રકમનો કોઈ વધારાનો નાણાકીય બોજ પડશે નહીં. જોકે, એ નોંધવું અત્યંત જરૂરી છે કે આ નિર્ણયના અનુસંધાને જારી થનાર જાહેરનામાની જોગવાઈઓ ફક્ત અને ફક્ત સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી ટ્રાન્સફર માટે જ લાગુ પડશે. આ નિર્ણય ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરને પણ વેગ આપશે અને ઘણા પરિવારોને તેમના ઘરના કાયદેસર દસ્તાવેજો પૂર્ણ કરવામાં મદદ કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!