ગાંધીનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: કયા તાલુકામાં કેટલો વરસ્યો?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 30મી જૂનના દિવસે ક્યાંય અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી નથી. જોકે, રાજ્યના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

 

ગાંધીનગર, સોમવાર
ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે, અને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી ચૂક્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગઈકાલે, 29 જૂનના રોજ, રાજ્યના 189 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો.

સૌથી વધુ વરસાદ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં 3.6 ઇંચ અને અમદાવાદના વિરમગામ તાલુકામાં 3.31 ઇંચ નોંધાયો હતો.

ગાંધીનગર જિલ્લામાં વરસાદની સ્થિતિ
ગાંધીનગર જિલ્લામાં પણ ગઈકાલે સારો વરસાદ જોવા મળ્યો હતો. ચાલો જાણીએ કે જિલ્લાના કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો:-

* કલોલ: 2.05 ઇંચ

* માણસા: 1.1 ઇંચ

* ગાંધીનગર: 0.83 ઇંચ

* દેહગામ: 0.02 ઇંચ

આજનું હવામાન અપડેટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 30મી જૂનના દિવસે ક્યાંય અતિ ભારે કે અત્યંત ભારે વરસાદની આગાહી નથી. જોકે, રાજ્યના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જેમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!