ગાંધીનગરમાં ભૂંડ પકડવાના વિવાદે બે શીખ પરિવારો વચ્ચે હિંસક અથડામણ, લવારપુર બ્રિજ પર છરી અને પાઈપ વડે હુમલો

આ વિવાદ વિસ્તારમાંથી ભૂંડ પકડવાના અધિકારને લઈને શરૂ થયો હતો. પ્રાથમિક બોલાચાલી બાદ રાજવીરસિંહ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ લવારપુર બ્રિજ પર પહોંચતા જ સામેના પક્ષે તેમને ફરીથી અટકાવ્યા હતા. આ વખતે મામલો વધુ ગરમાયો અને હિંસક બન્યો.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગરના લવારપુર વિસ્તારમાં ભૂંડ પકડવાના મુદ્દે ભડકેલી આગે બે શીખ પરિવારો વચ્ચે મોટી મારામારીનું સ્વરૂપ લીધું છે. આ ઘટનામાં કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વિવાદમાં રાજવીરસિંહ સરદાર, જે ભૂંડ પકડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે, તેમના પર તેમના જ કાકા સસરા અને સાળાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

બનાવની વિગતો વાત કરીએ તો 28મી તારીખે સવારે રાજવીરસિંહ તેમના ફાધર અને કાકા સાથે એક પિકઅપ ડાલુ લઈને લવારપુરમાં ભૂંડ પકડવા ગયા હતા. ત્યાં તેમને તેમના કાકા સસરા કરતારસિંહ સરદાર, સાળા અવતારસિંહ, અને કુટુંબી સાળા કમલસિંહ તથા તિલકસિંહ સરદાર દ્વારા રોકવામાં આવ્યા હતા.

આ વિવાદ વિસ્તારમાંથી ભૂંડ પકડવાના અધિકારને લઈને શરૂ થયો હતો. પ્રાથમિક બોલાચાલી બાદ રાજવીરસિંહ ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ લવારપુર બ્રિજ પર પહોંચતા જ સામેના પક્ષે તેમને ફરીથી અટકાવ્યા હતા. આ વખતે મામલો વધુ ગરમાયો અને હિંસક બન્યો.

હિંસક હુમલો
ઝઘડા દરમિયાન, કમલસિંહ સરદારએ રાજવીરસિંહને થાપામાં ચપ્પુ માર્યું હતું. આ ઉપરાંત, કરતારસિંહે લોખંડની પાઈપ વડે રાજવીરસિંહના પિતાના માથામાં ગંભીર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા પિતા-પુત્રને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

સામા પક્ષની ફરિયાદ
બીજી તરફ, રસી લેહનાસિંહ ટાંકે પણ ડભોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, રાજવીરસિંહ, માનસિંહ સરદાર અને ખુમાનસિંહે તેમના પર કડી અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો.

પોલીસ કાર્યવાહી
ડભોડા પોલીસ મથકે આ ઘટના અંગે બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર જગાવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!