ગાંધીનગર હાઈવે પર કારમાંથી 2.85 લાખના કેમેરા-લેન્સની ચોરી, ફોટોગ્રાફર બન્યા ભોગ

આ ઘટના હાઈવે પર વાહન પાર્ક કરીને રોકાતા લોકો માટે લાલબત્તી સમાન છે. મુસાફરી દરમિયાન કિંમતી સામાનની સુરક્ષા અંગે સાવચેતી રાખવી અનિવાર્ય છે.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર નજીક હિંમતનગર હાઈવે પરથી એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. જૂનાગઢના એક ફોટોગ્રાફરની કારનો કાચ તોડીને તસ્કરો આશરે 2.85 લાખ રૂપિયાનો કેમેરા અને લેન્સનો સામાન લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાએ હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા અંગે સવાલો ઉભા કર્યા છે.

ઘટનાની વિગત
જૂનાગઢના ચોરવાડમાં રહેતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા હર્ષલ ચુડાસમા પોતાના મોટાભાઈ આકાશ ચુડાસમા અને મિત્રો સાથે અમદાવાદથી રાજસ્થાન જઈ રહ્યા હતા. તેમણે ફોરવ્હીલ ગાડી ભાડે કરી હતી. ગાંધીનગરના મોટા ચીલોડા નજીક હિંમતનગર હાઈવે પર આવેલા ઝેબ્રાટા હોટલ પાસે તેઓ નાસ્તો કરવા માટે રોકાયા હતા.

નાસ્તો પતાવીને પરત ફર્યા ત્યારે હર્ષલભાઈ અને તેમના મિત્રોએ જોયું કે તેમની એર્ટીગા કારનો ડ્રાઈવર સાઈડનો કાચ તૂટેલો હતો. કારમાં રાખેલી તેમની કિંમતી લેધર બેગ ગાયબ હતી. આ બેગમાં સોની કંપનીનો કેમેરો, વિવિધ લેન્સ, મેમરી કાર્ડ અને બેટરી સહિત કુલ 2.85 લાખ રૂપિયાનો સામાન હતો.

હર્ષલ ચુડાસમાએ આસપાસ તપાસ કરી, પરંતુ ચોરાયેલો સામાન મળ્યો ન હતો. આ અંગે તેમણે તાત્કાલિક ચિલોડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!