હનોઈ એરપોર્ટ પર બે વિમાનની ટક્કર : મુસાફરોના જીવ અદ્ધર થયા

બંને વિમાનોને આગળની ઉડાન માટે અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યા

હનોઈ એરપોર્ટ પર બે વિમાનની ટક્કર

વિયેતનામ, સોમવાર : વિયેતનામના હનોઈ નોઈ બાઈ એરપોર્ટ પર એક ગંભીર દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જ્યાં વિયેતનામ એરલાઈન્સનું બોઈંગ 787 વિમાન ટેક ઑફ કરી રહ્યું હતું ત્યારે તે ત્યાં જ પાર્ક કરેલા એરબસ A321 વિમાન સાથે અથડાયું. બોઈંગની જમણી પાંખ એરબસના ટેઇલ સ્ટેબિલાઇઝર સાથે અથડાઈ હતી, જેના કારણે એરબસનું ટેઇલ તૂટી ગયું અને કાટમાળ ટાર્મેક પર ફેલાઈ ગયો. સદનસીબે, કોઈ જાનહાનિ થઈ નથી. શરૂઆતની તપાસ અનુસાર, એવું માનવામાં આવી રહ્યું છે કે એરબસ યોગ્ય રીતે પાર્ક ન થયું હોવાથી ટક્કર થઈ. બંને વિમાનોને આગળની ઉડાન માટે અસ્થાયી રીતે રોકી દેવામાં આવ્યા છે

હનોઈના નોઈ બાઈ એરપોર્ટ પર વિયેતનામ એરલાઈન્સનું એક વિમાન બીજા વિમાન સાથે અથડાયું. હો ચી મિન્હ સિટી જઈ રહેલું બોઈંગ 787 વિમાન ટેક ઓફ માટે ટેક્સી કરી રહ્યું હતું ત્યારે તે પાર્ક કરેલી એરબસ A321 સાથે અથડાયું. વીડિયોમાં, પ્લેનની જમણી પાંખ એરબસના ટેઈલ સ્ટેબિલાઈઝરને અથડાતી જોવા મળે છે, જેના કારણે એરબસની ટેઈલ તૂટી ગઈ. જોઈ શકાય છે કે વિમાનનો જમણો પાંખ એરબસના ટેઇલ સ્ટેબિલાઇઝર સાથે અથડાતો જોવા મળે છે. આ દરમિયાન એરબસની ટેઇલ તૂટી ગઈ હતી, જેનો કાટમાળ ટાર્મેક પર ફેલાયેલો જોવા મળ્યો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ સમાચાર નથી. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે એરબસ યોગ્ય રીતે પાર્ક કરવામાં આવી ન હતી. જેના કારણે આ ટક્કર થઈ. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ટક્કરમાં બોઇંગની પાંખને નુકસાન થયું છે. બંને વિમાનોને ઉડતા અટકાવવામાં આવ્યા છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!