હજુ સુધી તેમણે પોતાના સંબંધ વિશે કોઈ ઓફિશિયલ ઘોષણા કરી નથી

મુંબઈ, સોમવાર : વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના હવે જાહેરમાં સાથે જોવા મળતા રહે છે. આઝાદી દિન નિમિત્તે 17 ઓગસ્ટે ન્યૂયોર્કમાં યોજાનારી ઈન્ડિયા પરેડમાં પણ તેઓ સજોડે ભાગ લેશે. સંબંધોની અફવાઓ વચ્ચે હવે બંનેનું જમતું કેમિસ્ટ્રી ફરી ચર્ચાનો વિષય બની રહ્યું છે.
ન્યૂયોર્કમાં ભારતીય દ્વારા દર વર્ષે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ઈન્ડિયા પરેડ યોજાય છે. તેમાં કોઈને કોઈ ભારતીય સેલિબ્રિટી નેતૃત્વ કરે છે. આ વખતે તા. ૧૭મી યોજાનારી પરેડમાં વિજય દેવરકોંડા તથા રશ્મિકા સજોડે ભાગ લેવાનાં હોવાનું જાણવા મળ્યું છે. વિજય અને રશ્મિકા આઝાદી દિન નિમિત્તે અન્ય કેટલીક ઈવેન્ટસમાં પણ ભાગ લેવાના છે. અગાઉ બંને એરપોર્ટ પર અલગ અલગ આવતાં જતાં દેખાતાં હતાં. પરંતુ, હવે તેઓ પ્રવાસ કે ઈવેન્ટસમાં સજોડે જ દેખાવા લાગ્યાં છે.










