વિક્રાંત મેસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો તેને સ્વીકારતા નથી : વિક્રાંત મેસીએ કહ્યું કે, સ્ટાર કિડ નહીં પરંતુ બાકીના લોકો મને આવો અનુભવ કરાવે છે

મુંબઈ, સોમવાર : અભિનય ક્ષેત્રે પોતાના દમ પર ઊભા રહેલા વિક્રાંત મેસીનું નિવેદન એક મોટો સંદેશ આપે છે – કે સફળતા પછી પણ ચિંતાઓ અને પડકારો ટળતા નથી. ફિલ્મ ‘12મી ફેલ’ની ભવ્ય સફળતા બાદ જ્યારે એવું લાગતું હતું કે હવે બધું સરળ હશે, ત્યારે પણ વિક્રાંતે તેના સામે ઊભી રહેતી અસ્વીકાર અને ભેદભાવની દિવાલો વિશે ખુલાસો કર્યો છે.વિક્રાંત મેસીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આજે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો તેને સ્વીકારતા નથી, અને એક ‘આઉટસાઈડર’ તરીકે જોતા રહે છે તે કહે છે કે આવા લોકો તમારી અંદરની આગ જીવંત રાખે છે – તમારું ધ્યાન ભવિષ્ય તરફ મજબૂત રીતે કેન્દ્રિત કરે છે.
એક ઈન્ટરવ્યુમાં વિક્રાંતે જણાવ્યું કે, આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા. તેઓ મને પસંદ નથી કરતા. ઘણા લોકો છે જે સમય સાથે મને ઉતરતો માને છે. તેઓ મને સમયાંતરે આવો અનુભવ કરાવે છે. એવા ઘણા લોકો છે. પરંતુ મને લાગે છે કે જીવનમાં આવા લોકોની જરૂર છે. વિક્રાંતનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મોનું નથી અને તેથી કેટલાક લોકો તેને હજુ આઉટસાઈડર્સ માની રહ્યા છે. વિક્રાંત મેસીએ કહ્યું કે, સ્ટાર કિડ નહીં પરંતુ બાકીના લોકો મને આવો અનુભવ કરાવે છે. પરંતુ મને ફરક નથી પડતો. આવા લોકો આ પ્રકારનું વર્તન કરીને તમારી અંદરની આગને કાયમ રાખે છે. મને એવું લાગે છે આપણને બધાને આવા લોકોની જરૂર છે. જે લોકો તમને ચેલેન્જ કરે છે. તમને ઉતારી પાડે છે. તમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા, એવા લોકો આજે પણ છે. અને હું મારી હાજરી માટે આભારી છું. ઘણા લોકો એવા છે જે મને એક એક્ટર તરીકે પસંદ નથી કરતા. હું આ જાણું પણ છું. હું તેમના નામ નહીં લઉં, પણ હું એટલું ચોક્કસ કહીશ કે મારા માટે અણગમો ધરાવનારા લોકોથી જ મને ભવિષ્યમાં વધુ સારું કરવાની હિંમત મળે છે.










