જાડેજાને આરામ આપો, કુલદીપ-અર્શદીપને તક આપો : ચેપલની ટીમ ઈન્ડિયાને ખુલ્લી સલાહ

જો ટીમ ઈન્ડિયાને સીરિઝ જીતીવી હોય, તો વર્તમાન ખેલાડી પસંદગીમાં મોટો ફેરફાર અનિવાર્ય

ચેપલની ટીમ ઈન્ડિયાને ખુલ્લી સલાહ

ન્યુ દિલ્હી, મંગળવાર : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ પહેલા ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે ભારત માટે ભારે કડવી પણ ચિંતાજનક સલાહ આપી છે. તેમના મતે, જો ટીમ ઈન્ડિયાને સીરિઝ જીતીવી હોય, તો વર્તમાન ખેલાડી પસંદગીમાં મોટો ફેરફાર અનિવાર્ય છે. ચેપલનું મંતવ્ય છે કે રવિન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડની પચરતી પીચો પર ફ્રન્ટલાઇન સ્પિનર તરીકે યોગ્ય નથી અને તેમને આરામ આપો . કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ જેવા વિકલ્પોને તક આપવી જોઈએ. તેમના જણાવ્યા અનુસાર ભારતીય બોલિંગ એટલી એકસાર છે કે બેટરો સરળતાથી એડજસ્ટ થઈ જાય છે. માત્ર બુમરાહ જ એવો બોલર છે જે દબાણ બનાવી શકે છે. ચેપલે એવું પણ ઉલ્લેખ્યું કે બોલરોનું દબાણ ઓછું થતું જાય છે કારણ કે કોઈ પણ સતત ચેલેન્જ આપતો નથી — કેટલીકવાર શૉર્ટ, કેટલીકવાર ફુલટોસ, અને લાઈન-લેથમાં અચાનક ગડબડ. તેમનો નિશાન રવિન્દ્ર જાડેજા પર ખાસ રહ્યો, જેમના બેટિંગ યોગદાનથી પરે જોવામાં આવે તો, ચેપલ મુજબ, તેમને મુખ્ય સ્પિનર તરીકે પસંદ કરવો યોગ્ય નિર્ણય નહીં હોય.2005-07 દરમિયાન ભારતના કોચ રહી ચૂકેલા ચેપલનો ઈતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે, છતાં તેમની ટેકનિકલ સમજણ અને નિખાલસ ભાષા આજે પણ ચર્ચામાં રહે છે. આ લેખમાં તેમના ખરા શબ્દોએ ફરી એકવાર ટીમ ઇન્ડિયાના કોમ્બિનેશન અંગે જમતો મુદ્દો ઊભો કર્યો છે – “મેચ જીતવી હોય તો, પસંદગીઓમાં હિંમત અને વિવિધતા આવશ્યક છે.”

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ સીરિઝની બીજી મેચ બર્મિંગહામમાં બે જુલાઈએ શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયા બાદ 2 જુલાઈથી શરૂ થનારી આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતે છે, તો સીરિઝમાં 1-1ની બરાબરી થશે અને ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમ માટે મહત્ત્વની રહેશે. એજબેસ્ટન ટેસ્ટ મેચથી પહેલાં ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે ટીમ ઈન્ડિયાને એક સલાહ આપી છે. ચેપલનું માનવું છે કે જો ભારતને આ સીરિઝમાં જીત મેળવવી હોય, તો ટીમ કોમ્બિનેશન પર ફરીથી વિચાર કરવો પડશે. ચેપલના મતે, ભારતીય ટીમે કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ જેવા વિકલ્પોને અજમાવવા જોઈએ અને રવીન્દ્ર જાડેજાને આરામ આપવા પર પુનર્વિચાર કરવો જરૂરી છે.ગ્રેગ ચેપલે એક લેખમાં લખ્યું, “બોલર બદલવાથી વિકેટ મળે છે કારણ કે બેટરને દરેક બોલ વિચારીને રમવું પડે છે. ગિલ પાસે આ વિકલ્પ ન હતો. જો બીજી ટેસ્ટ મેચમાં બુમરાહ નથી, તો લેફ્ટહેન્ડ બોલર અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવો જોઈએ” ગ્રેગ ચેપલનું માનવું છે કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં રવીન્દ્ર જાડેજા ફ્રન્ટલાઇન સ્પિનર ગણાવી શકાય નહીં. તેમણે લેખમાં જણાવ્યું હતું કે “બેટિંગ લાઇનઅપમાં જાડેજાનો સારો યોગદાન હોય, તો તેમને સપોર્ટિંગ સ્પિનર તરીકે રાખી શકાય, નહીં તો તેમને આ સીરિઝથી બહાર કરવો જોઈએ” ચેપલે લખ્યું હતું કે “બધા બોલર એક જેવા છે, લેફ્ટ હેન્ડના મીડિયમ પ્રેસર અને એક જ એંગલથી બોલિંગ કરતા જોવા મળે છે. મે એક પણ ઓવરમાં એવી જોઈ નથી કે જેમાં બોલરે બેટર પર દબાણ મૂક્યું હોય. ક્યારેક બોલ ખૂબ ફૂલટોસ હોય, ક્યારેક ખૂબ શૉર્ટ, કે પછી ક્યારે બોલની દિશા ભટકી જાય છે, ઇંગ્લેન્ડને માત્ર બુમરાહનો જ સામનો કરવો હોય છે, તેની ઓવર પછી દબાણ આપ મેળે ઓછુ થઈ જાય છે”

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!