ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ઓરિજિનલ ત્રિપૂટી ફરી દેખાશે તે કન્ફર્મ થતાં ફિલ્મ ચાહકો હરખાયા : આ ફિલ્મમાં બાબુ ભૈયા તરીકે પરેશ રાવલનું પાત્ર આમ પણ આઈકોનિક છે

મુંબઈ, મંગળવાર : બાબૂ ભૈયા વિના હેરાફેરી અધુરી લાગે અને હવે ચાહકો માટે ખુશખબર છે! લાંબા અટકળો, વિવાદ અને લીગલ નોટિસ વચ્ચે હેરાફેરી 3 આખરે પોતાના ઓરિજિનલ ત્રિકોણ પર પાછી ફરી છે. પરેશ રાવલ, જેમણે પહેલાં ફિલ્મ છોડી દીધી હતી, હવે ફરીથી બેબાક અંદાજમાં ફિલ્મમાં વાપસી કરી છે.અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટી સાથે તેની કેમીસ્ટ્રી અને ટાઈમલેસ હ્યુમર ફરી સ્ક્રીન પર જોવા મળશે. પરેશ રાવલે જાહેરમાં કહ્યું કે ફિલ્મ સંબંધિત “ગેરસમજો હવે દૂર થઈ ગઈ છે” જોકે સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો આ સમગ્ર કથાને માત્ર પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહી છે
પરેશ રાવલનું ‘હેરાફેરી થ્રી’માં પુનરાગમન થયું છે. અગાઉ તેણે આ ફિલ્મ છોડી દીધી હતી અને તેના કારણે સહ નિર્માતા તરીકે અક્ષય કુમારે તેને લીગલ નોટિસ પણ આપી હતી. જોકે, હવે પરેશ રાવલે જણાવ્યું હતું કે ફિલ્મને લગતી ગેરસમજોનો અંત આવી ગયો છે. ફિલ્મમાં પરેશ રાવલ, અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીની ઓરિજિનલ ત્રિપૂટી ફરી દેખાશે તે કન્ફર્મ થતાં ફિલ્મ ચાહકો હરખાયા હતા. જોકે, સાથે સાથે કેટલાય ચાહકોએ આ સમગ્ર ડ્રામાને એક ચીપ પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી તેની આકરી ટીકા કરી હતી. લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે આ ફિલ્મમાં બાબુ ભૈયા તરીકે પરેશ રાવલનું પાત્ર આમ પણ આઈકોનિક છે. આ ફિલ્મને કોઈ બિનજરુરી પ્રચાર સ્ટન્ટની જરુર જ ન હતી.











