આ પ્રસંગે વર્ષ દરિમિયાન સાથ સહકાર આપનાર તમામ વ્યક્તિઓનું સિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું

દહેગામ, મંગળવાર : રોટરી ક્લબ ઓફ દહેગામ નો રોટરી વર્ષ ૨૦૨૪-૨૫ પૂર્ણ થતા થૅન્કફુલ ફેરવેલ નામે એક ભવ્ય સમારંભ સપોર્ટ સંકુલના હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો તેમજ રોટરી ક્લબના સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા હતા.
સંગઠન અને સેવા જેવાં આદર્શો સાથે વિશ્વના અનેક દેશોમાં કાર્યરત સંસ્થા રોટરી ક્લબ ની દહેગામ રોટરી ક્લબના વર્ષ 2024 25 ના પ્રમુખ અને સેક્રેટરી સહિત પદાધિકારીઓનો એક વર્ષનો કાર્યકાળ ગત તારી 30મી જૂને પૂર્ણ થતા સમગ્ર વર્ષ દરમિયાન સંસ્થાના વિવિધ કાર્યક્રમોમાં સહયોગી રહેલા લોકો, દાતાઓ તેમજ સંસ્થાના સભ્યોના ઋણ સ્વીકારનો એક ભવ્ય સમારંભ થેન્ક્ફુલ ફેરવેલ 2025 દહેગામ સિદ્ધિ હોલ ખાતે યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં વર્ષ 2024 25 ના પ્રમુખ યોગેન્દ્ર શર્માએ સમગ્ર વર્ષના તેમના સહયોગીઓને આભાર બિરદાવ્યા હતા.
આ પ્રસંગે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પ્રો વીસી પ્રો. ડૉ. કલ્પેશ વેંદ્રા તેમજ મોટી સંખ્યામાં રોટરી ક્લબ ઓફ દહેગામના તમામ સભ્યો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌની સાથે વાત કરતા પ્રમુખ યોગેન્દ્ર શર્માએ સમગ્ર વર્ષની સિદ્ધિઓ અને સફળતાનો શ્રેય તમામ રોટરી સભ્યોની જહેમતને અને સેક્રેટરી પ્રતીક શાહ તેમજ ક્લબ ટ્રેનર બીપીન શાહના સાથને આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વર્ષ દરમિયાન પ્રમુખ યોગેન્દ્ર શર્માની રાહબરી હેઠળ દહેગામ રોટરી ક્લબ દ્વારા એક શાળાને દત્તક લેવા ઉપરાંત નગરમાં કુપોષણ, સ્વચ્છતા, મહિલા આત્મનિર્ભરતા, શિક્ષણ તેમજ રોગચાળા નાંબુદી અને સ્લમ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા જેવા અનેક સફળ કાર્યક્રમનું આયોજન થયું હતું અને રોટરી ક્લબ આ સ્વરૂપે છેવાડાના નગર સુધી પહોંચી હતી. ઉપસ્થિત સૌએ પણ પૂરા થઈ રહેલા આ વર્ષની સિદ્ધિઓના સીમાચિન્હને અભિનંદન આપ્યા હતા











