નાનકડું મસાલા ફૂડ તમારા વજન ઘટાડાથી લઈને હૃદય અને ડાયાબિટીસ સુધીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે : લીલા મરચામાં રહેલું કેપ્સેસિન માત્ર તીખાશ નથી લાવતું, તે શરીરમાં થર્મોજેનેસિસ વધારીને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે છે

અમદાવાદ, બુધવાર : ઘણીવાર આપણે લીલા મરચાને ફક્ત ભોજનની તીખાશ પૂરતું જ માનીએ છીએ, પરંતુ તમને ખબર છે? આ નાનકડું મસાલા ફૂડ તમારા વજન ઘટાડાથી લઈને હૃદય અને ડાયાબિટીસ સુધીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે! લીલા મરચામાં રહેલું કેપ્સેસિન માત્ર તીખાશ નથી લાવતું, તે શરીરમાં થર્મોજેનેસિસ વધારીને મેટાબોલિઝ્મ બૂસ્ટ કરે છે. પરિણામે ફેટ બર્ન ઝડપથી થાય છે. સાથે જ પાચન સુધરે, બ્લોટિંગ અને ગેસ દૂર થાય – એટલે overall gut health માટે પણ ફાયદાકારક. કોલેસ્ટ્રોલ ઓછું અને કોલેસ્ટ્રોલ વધારે કરતું લીલું મરચું હૃદયના રોગોથી રક્ષણ આપે છે. ડાયાબિટીસ દર્દીઓ માટે પણ આ કુદરતી પદ્ધતિ ઇન્સ્યૂલિન સેન્સિટિવિટી સુધારવા માટે સહાયક છે.અને હા, તીખાશથી મગજમાં એન્ડોર્ફિનસની લહેર ઉડે છે, જે તમારા મૂડને સુધારી સ્ટ્રેસ અને એન્ઝાયટીમાંથી રાહત આપે છે.
ઘણીવાર આપણે લીલા મરચાને ડાયટમાંથી બહાર કરી દેતા હોઇએ છીએ, કારણ કે તેના ફાયદાઓ વિશે આપણને પુરતી માહિતી નથી હોતી. ગ્રીન ચીલી આપણાં વ્યંજનનો સ્વાદ વધારવા ઉપરાંત સ્વાસ્થ્યને દુરસ્ત કરવામાં પણ મદદ કરી શકે છે. ભોજનને સ્પાઇસી અને ટેસ્ટી બનાવવા માટે મોટાંભાગે લોકો લીલા મરચાનો ઉપયોગ કરે છે. તેને એક મસાલા તરીકે ભારતીય રસોઇમાં તેનો દરરોજ ઉપયોગ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે, મરચા માત્ર સ્વાદ વધારવાનું કામ નથી કરતા પરંતુ સ્વાસ્થ્ય માટે પણ તેને અનેક રીતે ફાયદાકારક છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ અનુસાર, લીલા મરચામાં ભરપૂર માત્રામાં વિટામિન, એન્ટીઓક્સિડન્ટ્સ અને ખનીજ તત્વો રહેલા છે. જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઉપરાંત જો તમે વજન ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા હોવ તો તેમાં પણ લીલી મરચા તમારી મદદ કરી શકે છે. લીલા મરચા ખાવાના જબરદસ્ત ફાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે. અહીં જાણો, કેવા અને કેટલાં પ્રકારે લીલા મરચાને ડાયટમાં સામેલ કરવા જોઇએ. લીલા મરચા વજનને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તે નેચરલ ફૅટ બર્નર છે, જે શરીરની ગરમીને થર્મોજેનેસિસ નામની પ્રક્રિયાના માધ્યમથી વધારે છે. જેનાથી મેટાબોલિઝ્મ અસ્થાયી રીતે ઝડપી બને છે અને ફૅટ બર્નિંગ સરળ બને છે. લીલા મરચા પાચનને દુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેમાં મોજૂદ કેપ્સેસિન પેટના પડને ડાયજેસ્ટિવ જ્યૂસ સ્ત્રાવિત કરવા માટે ઉત્તેજિત કરે છે. જેનાથી પાચનમાં સુધાર આવે છે, ઉપરાંત ગેસ, બ્લોટિંગ અને અપચાની સમસ્યામાં રાહત મળે છે. લીલા મરચા હૃદય માટે પણ ફાયદાકારક છે, તે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ને ઘટાડી સારા કોલેસ્ટ્રોલ (HDL)ને વધારવામાં મદદ કરે છે. સાથે જ બ્લડ સર્ક્યુલેશનમાં સુધાર લાવી, સોજા દૂર કરે છે. જેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે.લીલા મરચામાં રહેલું કેપ્સેસિન બ્લડ ગ્લૂકોઝને નિયંત્રિત કરવામાં સહાયક છે, કારણ કે તે ઇન્સ્યૂલિન રેઝિસ્ટન્ટમાં સુધાર લાવે છે. તેથી ડાયાબિટીસ અને પ્રી ડાયાબિટીસના દર્દીઓએ તેને ડાયટમાં ચોક્કસથી સામેલ કરવા જોઇએ. આ સિવાય લીલા મરચા નેચરલી દુઃખાવાને ઘટાડવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ સંધિવા અથવા સ્ટ્રેનના કારણે થતા માસપેશી અને સાંધાના દુઃખાવામાં રાહત આપે છે. લાઇટ ગ્રીન ચીલી જેવા તીખી ચીજો ખાવાથી શરીરમાં એન્ડોર્ફિનનો સ્ત્રાવ થાય છે, જે સ્વાભાવિક રીતે મૂડ સુધારક હોર્મોન છે. આ સ્ટ્રેસ, એન્ઝાયટી અને માઇલ્ડ ડિપ્રેશનથી રાહત મળવામાં મદદ કરે છે.










