ક્લિયર અને ગ્લોઇંગ સ્કિનની ગેરેન્ટી : ફક્ત 3 વસ્તુઓથી મેળવો ફેસિયલ જેવી ચમક

મુલતાની માટી સ્કિનને સાફ કરે છે, ખીલ ઘટાડે છે અને ત્વચાને ટાઇટ કરી સ્કિન ટોન લાઇટ બનાવે છે : આ સિવાય દૂધ સ્કિન માટે એક નેચરલ એક્સફોલિએન્ટની માફક કામ કરે છે

ફક્ત 3 વસ્તુઓથી મેળવો ફેસિયલ જેવી ચમક

અમદાવાદ, બુધવાર : શું તમારું પણ સપનું છે એકદમ સાફ, ચમકદાર અને ગ્લોઇંગ ત્વચાનું – તે પણ કોઈ મોંઘા બ્યુટી ટ્રીટમેન્ટ વગર? તો હવે મોંઘા સ્કિન કેર પ્રોડક્ટ્સ છોડો અને અજમાવો આ ઘરેલું સિક્રેટ ફોર્મ્યુલા, જે આપશે તમારું Glow-Up Moment! અમે એક બેસ્ટ નુસખો લઇને આવ્યા છે, જેના ઉપયોગથી કોઇ સાઇડ ઇફેક્ટ વગર જ ગ્લોઇંગ સ્કિન મળી શકે છે સ્કિન પરથી એકસ્ટ્રા ઓઇલને દૂર કરવા અને ઓપન પોર્સને ઠીક કરવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરી શકાય છે. તે સ્કિન કેર માટે બેસ્ટ ઓપ્શન છે. મુલતાની માટી સ્કિનને સાફ કરે છે, ખીલ ઘટાડે છે અને ત્વચાને ટાઇટ કરી સ્કિન ટોન લાઇટ બનાવે છે.

આ ઘરેલુ નુસખામાં મુલતાની માટી ઉપરાંત કિચનમાં સરળતાથી મળતી 2 ચીજો મિક્સ કરવામાં આવી છે. તે છે ચોખાનો લોટ અને કાચું દૂધ. આ પેસ્ટને તૈયાર કરવા માટે એક ચમચી મુલતાની માટીના પાઉડરમાં એક ચમચી ચોખાનો લોટ મિક્સ કરવાનો છે. છેલ્લે તેમાં દૂધ મિકસ કરવાનું છે. આ પેસ્ટને 10થી 15 મિનિટ સુધી લગાવીને રાખો, ત્યારબાદ હૂંફાળા પાણીથી ચહેરો ધૂઓ. ચોખાનો લોટ સ્કિન માટે લાભદાયી સાબિત થઇ શકે છે, તે સ્કિનને એક્સફોલિએટ કરવાનું કામ કરે છે. સાથે જ તેનાથી સ્કિન મોઇશ્ચરાઇઝ થાય છે. આ લોટમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટ્સના ગુણો રહેલા છે, જે સ્કિન માટે ફાયદાકારક સાબિત થાય છે. કાચા દૂધના ઉપયોગથી સ્કિનને અનેક પ્રકારના ફાયદા થાય છે. તેનાથી સ્કિનને સાફ કરવા, કરચલીઓ અને ફાઇન લાઇન્સને દૂર કરવા, ત્વચાને હાઇડ્રેટ રાખવા અને નેચરલ નિખાર લાવવામાં મદદ મળે છે. આ સિવાય દૂધ સ્કિન માટે એક નેચરલ એક્સફોલિએન્ટની માફક કામ કરે છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!