ગાંધીનગરમાં ભવ્ય રોજગાર ભરતી મેળો: યુવાનો માટે સુવર્ણ તક!

આ ભરતી મેળાનો લાભ લઈ, ગાંધીનગર જિલ્લાના યુવાનો પોતાના ઉજ્જવળ ભવિષ્યની દિશામાં એક નવું પગલું ભરી શકે છે. આ તક ચૂકશો નહીં!

ગાંધીનગર, શનિવાર
જિલ્લા રોજગાર કચેરી, ગાંધીનગર દ્વારા આગામી 08 જુલાઈ 2025 ના રોજ ગાંધીનગર ખાતે એક મેગા રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ સવારે 10:00 કલાકે તખતપુરા કોમ્યુનિટી હોલ, તખતપુરા રોડ, તિજોરી કચેરીની બાજુમાં, માણસા, તા. માણસા, જી. ગાંધીનગર ખાતે યોજાશે.

આ ભરતી મેળામાં ગાંધીનગર જિલ્લાના વિવિધ નોકરીદાતાઓ દ્વારા કુશળ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. આ ભરતી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવાનો છે.

કોણ ભાગ લઈ શકશે?
આ રોજગાર ભરતી મેળામાં 18 થી 35 વર્ષ ની વય જૂથના ઉમેદવારો ભાગ લઈ શકશે. શૈક્ષણિક લાયકાતમાં ધો. 10 પાસ, ધો. 12 પાસ, ડિપ્લોમા, આઈ.ટી.આઈ. અને કોઈપણ સ્નાતક કક્ષાના ઉત્તીર્ણ થયેલા શારીરિક સશક્ત ઉમેદવારો ભાગ લઈ શકે છે.

રજીસ્ટ્રેશન અને જરૂરી ડોક્યુમેન્ટ્સ
ઇચ્છુક ઉમેદવારો અનુબંધમ પોર્ટલ www.anubandham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકે છે. આ રોજગાર ભરતી મેળાનો અનુબંધમ જોબફેર આઈ.ડી JF318943684 છે.

ભરતી મેળામાં આવતી વખતે ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. આ ભરતી મેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના, ફક્ત ગાંધીનગર જિલ્લાના જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઈ શકશે.

જે ઉમેદવારો રોજગાર કચેરીમાં નામ નોંધાવવા ઈચ્છુક હોય, તેમણે પોતાના અસલ શૈક્ષણિક પ્રમાણપત્રો, એલ.સી., લાગુ પડતી જાતિ અંગેનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સાથે રૂબરૂ હાજર રહેવું, તેમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવાયું છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો
ઈમેલ: dee-gnr@gujarat.gov.in

વેબસાઈટ: anubandham.gujarat.gov.in

ફોન: 079-23220966, 079-23259079

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!