રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

ગાંધીનગર,મંગળવાર: રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે સહિત રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને રેન્જ વડાઓ હાજર રહ્યા હતા.
ડ્રગ્સ વિરુદ્ધ ઝુંબેશ
હર્ષ સંઘવીએ NDPS કાયદા હેઠળની કાર્યવાહી અંગે માહિતી આપતાં જણાવ્યું કે ગુજરાત પોલીસે અગાઉની સરખામણીમાં બમણાથી વધુ કેસ નોંધાવ્યાં છે. માત્ર છેલ્લાં 15 દિવસમાં PIT NDPS હેઠળ 17 કેસ નોંધાતા ગુજરાત પોલીસને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને વધુ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.
બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી
રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી માટે પણ ગૃહ રાજ્યમંત્રીએ પ્રશંસા વ્યક્ત કરી હતી. સરહદી સુરક્ષા તેમજ આંતરિક સુરક્ષા અંગે તેમણે પોલીસ તંત્રને વધુ સતર્ક રહેવા સૂચના આપી.
GujCTOC હેઠળ ઐતિહાસિક પગલાં
ગુજરાતમાં ગેંગસ્ટર પ્રવૃતિઓ સામે GujCTOC કાયદા હેઠળ છેલ્લા પાંચ મહિનામાં 8 મોટા કેસ નોંધાયા છે અને 77 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મંત્રીએ આ કામગીરીની પ્રશંસા કરી અને વધુ પડકારરૂપ કેસોમાં પણ GujCTOCનો ઉપયોગ કરવાની સલાહ આપી.
અસામાજિક તત્વો સામે કડક પગલાં:
તારીખ 1 જાન્યુઆરી 2024થી 31 મે 2025 દરમિયાન રાજ્યમાં અસામાજિક તત્વો સામે મોટી સંખ્યામાં પગલાં લેવામાં આવ્યા છે:
582 ગેરકાયદેસર દબાણો દૂર
1861 વિજ ચોરી કેસ
689 રીઢા ગુનેગારો વિરુદ્ધ જામીન રદ પ્રક્રિયા
390 શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ધરાવતાં bank accounts તપાસ હેઠળ
આ ઐતિહાસિક કામગીરી બદલ ગુજરાત પોલીસને મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા અને આવી કાર્યવાહીઓને વધુ મજબૂત બનાવવા સૂચનાઓ આપી હતી.











