વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ એનાયત

મંગળવારે બ્રાઝિલે તેમને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા

નવી દિલ્હી,મંગળવાર:  વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક પ્રતિષ્ઠામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. મંગળવારે બ્રાઝિલે તેમને પોતાના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’થી સન્માનિત કર્યા. આ પ્રતિષ્ઠિત સન્માન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા પીએમ મોદીને એનાયત કરવામાં આવ્યું.

આ સન્માન ભારત અને બ્રાઝિલ વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને વડા પ્રધાન મોદીના આંતરરાષ્ટ્રીય સ્તરે યોગદાનની સરાહના કરે છે. આ પુરસ્કાર વૈશ્વિક મંચ પર ભારતની વધતી પ્રભાવશાળી હાજરી અને પીએમ મોદીની નેતૃત્વ ક્ષમતાને રેખાંકિત કરે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!