આંગણવાડી બહેનોનો હક્ક માટે હલ્લાબોલ, કલોલમાં BLO ડ્યુટીમાંથી મુક્તિની માંગ

આંદોલન કરી આંગણવાડી કાર્યકરો વારંવાર સોંપવામાં આવતી બિન-ICDS કામગીરી સામેનો રોષ દર્શાવે છે અને સરકારી તંત્રને આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરવા માટે દબાણ કરી રહ્યું છે.

કલોલ, બુધવાર
ગાંધીનગર જિલ્લાના કલોલમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ પોતાની માંગણીઓ સાથે મામલતદાર કચેરીએ ધામા નાખ્યા હતા. મોટી સંખ્યામાં એકત્ર થયેલી મહિલા કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર સુપરત કરી BLO (Booth Level Officer) ની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે અપીલ કરી હતી.

આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અગાઉ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો પાસેથી ICDS (Integrated Child Development Services) સિવાયની કોઈ અન્ય કામગીરી લેવામાં ન આવે. તેમ છતાં, વારંવાર વિવિધ બહાના હેઠળ એવી કામગીરીઓ આ બહેનોને સોંપવામાં આવે છે, જે અન્ય સરકારી કર્મચારીઓ સ્વીકારવાનો ઇનકાર કરે છે. આ એક પ્રકારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના પરિપત્રનું ખુલ્લું ઉલ્લંઘન છે.

કાર્યકરોએ ભારપૂર્વક જણાવ્યું કે BLO તરીકેની કામગીરી સરકારી કર્મચારી કે અધિકારી કક્ષાની હોય છે અને તે ICDS ના કાર્યક્ષેત્રમાં આવતી નથી. આથી, BLO તરીકે તેમને આપવામાં આવેલા તમામ હુકમો તાત્કાલિક રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. મહિલા કાર્યકરોનો આ સંયુક્ત અવાજ દર્શાવે છે કે તેઓ પોતાના હક્ક અને સન્માન માટે પ્રતિબદ્ધ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!