માધવનની એન્ટ્રી ! મહેશબાબુના પિતાના રોલમાં જોવા મળશે

માધવન મહેશબાબુના પિતાના રોલમાં – રાજામૌલીની મેગા ફિલ્મમાં ચમકશે : અગાઉ ચિયાન વિક્રમને આ રોલ ઓફર કરાયો હતો , તેના ઈન્કાર બાદ માધવનની એન્ટ્રી

માધવનની એન્ટ્રી

મુંબઈ, બુધવાર : એસ.એસ. રાજામૌલીની આગામી બિગ બજેટ ફિલ્મ ‘એસએસએમબી 29’ માટે હવે નવો અપડેટ સામે આવ્યો છે. મહેશબાબુ સાથે હવે અભિનેતા આર. માધવન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ફિલ્મમાં મહેશબાબુના પિતાનું પાત્ર નિભાવશે. શરૂઆતમાં આ રોલ ચિયાન વિક્રમને ઓફર કરાયો હતો, પરંતુ તેમના ઈન્કાર બાદ હવે માધવનની એન્ટ્રી થઇ છે. નિર્માતાઓ તરફથી ભલે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, પણ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ નવી કાસ્ટિંગની ચર્ચા જોરશોરે ચાલી રહી છે.

એસએસ રાજામૌલી હાલ પોતાની આગામી ફિલ્મ ‘એસએસએમબી૨૯’ એવું કામચલાઉ શીર્ષક ધરાવતી ફિલ્મ પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં મહેશબાબુ મુખ્ય રોલમાં છે. હવેઆ ફિલ્મને લઇને અપડેટ છે કે, તેમાં આર માધવનની એન્ટ્રી થઇ ગઇ છે એને તે મહેશબાબુના પિતાના રોલમાં જોવા મળશે. જોકે નિર્માતા તેમજ અભિનેતા તરફથી આ વિશે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. સાઉથના ફિલ્મી વર્તુળોમાં ચર્ચા મુજબ ફિલ્મ ‘એસએમએમબી૨૯’માં આર માધવને પિતાની ભૂમિકા કરવાની તૈયારી દર્શાવી છે. પહેલા આ રોલ ચિયાન વિક્રમને ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે આ ભૂમિકા ભજવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. ત્યાર પછી નિર્માતા-દિગ્દર્શકને આર માધવન આ પાત્ર માટે યોગ્ય હોવાનું જણાયું હતું.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!