સ્પેશિયલ ઑપ્સ સિઝન 2 રિલીઝ પોઝ્ટપોન – હવે 18 જુલાઈએ થશે સ્ટ્રીમ, ચાહકોને થોડી વધુ રાહ

કેકે મેનનની મોસ્ટ અવેટેડ વેબ સીરિઝ ‘સ્પેશિયલ ઑપ્સ સિઝન 2’ માટે હવે દર્શકોને થોડી વધુ રાહ જોવી પડશે : 11 જુલાઈએ આવનારી આ સીરિઝ હવે ક્યારે રિલીઝ થશે, ચાલો જાણીએ

સ્પેશિયલ ઑપ્સ સિઝન 2 રિલીઝ પોઝ્ટપોન

મુંબઈ, બુધવાર : કે.કે. મેનન દ્વારા અભિનિત અને લોકપ્રિય વેબ સિરીઝ *‘સ્પેશિયલ ઑપ્સ’*ની બીજી સીઝન માટે ચાહકો અનેક સમયથી આતુર હતા, પરંતુ હવે રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 11 જુલાઈના રોજ રિલીઝ થનાર આ સિરીઝ હવે 18 જુલાઈ, 2025ના રોજ JioCinema/Disney+ Hotstar પર સ્ટ્રીમ થશે.કે.કે. મેનને પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી, જેના કારણે દર્શકોમાં થોડું નિરાશાજનક માહોલ જોવા મળ્યો, પરંતુ ઉત્સાહ યથાવત છે. પ્રથમ સિઝનમાં જેમ હિમ્મત સિંહ (કે.કે. મેનન) નું પાવરફુલ પાત્ર જોવા મળ્યું હતું, તેવી જ ઊંચી અપેક્ષા આ નવી સિઝન માટે પણ છે.

કેકે મેનનની મોસ્ટ અવેટેડ વેબ સીરિઝ ‘સ્પેશિયલ ઑપ્સ સિઝન 2’ માટે હવે દર્શકોને થોડી વધુ રાહ જોવી પડશે. હવે સમાચાર આવી રહ્યા છે કે સીરિઝની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. રૉ એજન્ટ હિમ્મત સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા કેકે મેનનની પહેલી સિઝનને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારબાદ તેની બીજી સિઝન માટે દર્શકોનો વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે હવે કેટલાક દિવસો સુધી યથાવત્ રહેશે. 11 જુલાઈએ આવનારી આ સીરિઝ હવે ક્યારે રિલીઝ થશે, ચાલો જાણીએ… ‘સ્પેશિયલ ઑપ્સ સિઝન 2’ની રિલીઝ ડેટ એક અઠવાડિયા આગળ ધકેલાઇ છે. અભિનેતા કેકે મેનને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર આ બાબતે પોસ્ટ મૂકી ચાહકોને માહિતી આપી હતી કે હવે આ સીરિઝ 11 નહીં, પરંતુ 18 જુલાઈએ JioHotstar પર સ્ટ્રીમ થશે. દર્શકોને હજુ 10 દિવસ રાહ જોવી પડશે. જણાવી દઈએ કે, એક્શન અને થ્રિલર જોનરની આ સીરિઝમાં આ વખતે AI ટેકનોલોજીનો ખોટો ઉપયોગ દર્શાવવામાં આવશે. ટ્રેલરમાં કરણ ટેકર જોવા મળ્યા હતા, જે આ સિઝનથી કમબેક કરી રહ્યા છે. 2020માં રિલીઝ થયેલી પહેલી સિઝનની જેમ, હવે બીજી સિઝન પણ પાવર, પોલિટિક્સ અને એક્શનથી ભરપૂર હોવાની અપેક્ષા છે.
બીજી સિઝનમાં, કેકે મેનન રિસર્ચ એન્ડ એનાલિટિકલ વિંગ (RAW) ના મુખ્ય પાત્રોમાંથી એક હિમ્મત સિંહની ભૂમિકા ભજવે છે. તેના ઉપરાંત કરણ ટેકર, વિનય પાઠક, તાહિર રાજ ભસીન, દિલીપ તાહિલ, પ્રકાશ રાજ, હિતેશ દવે, પરમીત સેઠી, કાલી પ્રસાદ મુખર્જી, મુઝમ્મિલ ઇબ્રાહિમ, સૈયામી, આરિફ ઝકારિયા, ગૌતમી કપૂર, કામાક્ષી ભટ્ટ, શિખા તલસાનિયા અને રેવતી જેવા કલાકારો છે. રસપ્રદ વાત એ છે કે, તાહિર રાજ ભસીન આ સીરિઝમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!