ભારતીયો ધ્યાન આપો ! UAEએ ગોલ્ડન વિઝાની અફવાનો ખંડન કર્યું

લોકોના ભ્રમ દૂર કરતા અધિકારીઓએ જોર આપી કહ્યું કે આવી ખોટી માહિતી ફેલાવનારા સામે કાયદાકીય કાર્યવાહી પણ થશે

UAEએ ગોલ્ડન વિઝાની અફવાનો ખંડન કર્યું

દુબઇ, ગુરુવાર : યુએઇ દ્વારા 23 લાખ રૂપિયામાં આજીવન ગોલ્ડન વિઝા આપવાના અહેવાલો સામે હવે સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી છે. UAEના ઇમિગ્રેશન વિભાગે તમામ અફવાઓ ફગાવી દીધી છે અને જણાવ્યું છે કે ગોલ્ડન વિઝા માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી. એવી કોઈ યોજના ચાલી રહી નથી કે નક્કી રકમમાં વિઝા આપવામાં આવશે. લોકોના ભ્રમ દૂર કરતા અધિકારીઓએ જોર આપી કહ્યું કે આવી ખોટી માહિતી ફેલાવનારા સામે કાયદાકીય કાર્યવાહી પણ થશે.”

યુએઇ ૨૩ લાખ રૂપિયામાં આજીવન ગોલ્ડન વિઝા આપશે તેવા અહેવાસો સામે આવ્યા હતા. જોકે હવે યુએઇના અધિકારીઓએ કહ્યું છે કે હાલ ગોલ્ડન વિઝા આપવાની સરકારની કોઇ યોજના નથી. સાથે જ ગોલ્ડન વિઝા આપશે તેવા આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટને પણ ફગાવ્યા છે. યુએઇની ફેડરલ ઓથોરિટી આઇસીપીએ યુએઇ દ્વારા કેટલાક દેશોના નાગરિકોને આજીવન ગોલ્ડન વિઝા આપવાની વાત ફગાવી હતી. સાથે જ કહ્યું હતું કે યુએઇના તમામ ગોલ્ડન વિઝાની અરજીઓ માટેના તમામ નિયમો અગાઉથી જ કાયદામાં દર્શાવવામાં આવેલા છે. ગોલ્ડન વિઝા અંગે જે પણ લોકો જુઠા અહેવાલો ફેલાવી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે યુએઇએ પોતાના વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. અને એક ચોક્કસ રકમમાં યુએઇ આજીવન નાગરિકતા આપી શકે છે જેને ગોલ્ડન વિઝા તરીકે ઓળખવામાં આવે છે. આ વિઝા ભારતીયોને મળશે તેવો પણ દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. જોકે હવે યુએઇએ આવી કોઇ યોજના ના હોવાની વાત કરી છે અને આ રિપોર્ટને ફગાવ્યો છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!