ગાંધીનગર LCB-2ની મોટી કાર્યવાહી, નાસતા ફરતા આરોપીને ચિલોડા સર્કલથી દબોચ્યો!

બાતમીના આધારે ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને ચિલોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.

 

ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ગાંધીનગર પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી સાહેબના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ-2 (LCB-2) એ ચિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી નિલેશકુમાર કિશોરભાઈ પરમારને ચિલોડા સર્કલ પાસેથી ઝડપી પાડ્યો છે.

કાર્યવાહીની વિગતો
પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ, ગાંધીનગર જિલ્લા દ્વારા જિલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા અને તેમના આશ્રયસ્થાનો પર કોમ્બિંગ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓને પગલે, LCB-2ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. પરમારના માર્ગદર્શન હેઠળ, PSI કે.કે. પાટડીયા, PSI બી.એચ. ઝાલા, અને PSI આર.જી. દેસાઇ દ્વારા સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ જિલ્લા તેમજ અન્ય રાજ્યોમાં વસવાટ કરતા લાંબા સમયથી ફરાર આરોપીઓની યાદી તૈયાર કરી, જરૂરી વર્કઆઉટ કર્યું, અને તેમના આશ્રયસ્થાનો વિશે માહિતી મેળવવા માટે સ્થાનિક બાતમીદારોને સક્રિય કર્યા. ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને, ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

PSI આર.જી. દેસાઇની ટીમ ફરાર આરોપીઓની તપાસમાં હતી ત્યારે, ASI ભરતસિંહ લક્ષ્મણસિંહ અને હેડ કોન્સ્ટેબલ આશિષકુમાર ધીરૂભાઇને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચિલોડા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુના રજીસ્ટર નંબર 11216006240436/2024, પ્રોહિબિશન કલમ 65(A)E મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી નિલેશકુમાર કિશોરભાઈ પરમાર, જે રઉફની ચાલી, પોસ્ટ ઓફિસ સામે, અગ્રવાલ કમ્પાઉન્ડ પાસે, અમરાઈવાડી, અમદાવાદનો રહેવાસી છે , તે હાલમાં ચિલોડા સર્કલ ખાતે હાજર છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!