NSA અજીત ડોભાલનો મોટો ખુલાસો: ‘ઓપરેશન સિંદૂર’માં ભારતને કોઈ નુકસાન નહીં, વિદેશી મીડિયાના દાવા ખોટા!

ડોભાલ એ ભારપૂર્વક કહ્યું કે, વિદેશી મીડિયાએ કહ્યું કે પાકિસ્તાને આવું અને આવું કર્યું. તમે મને એક પણ તસવીર બતાવો, જેમાં કોઈ પણ ભારતીય માળખાને કોઈ નુકસાન પહોંચ્યું હોય, અહીંયા સુધી કે એક કાચ પણ તૂટ્યો હોય.

નવી દિલ્હી, શુક્રવાર
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ એ ‘ઓપરેશન સિંદૂર’ને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ઓપરેશનમાં ભારતને કોઈ જ નુકસાન થયું નથી અને વિદેશી મીડિયા દ્વારા ફેલાવવામાં આવેલી માહિતી તદ્દન પાયાવિહોણી અને ખોટી છે. NSA ડોભાલ એ IIT મદ્રાસના 62મા દીક્ષાંત સમારોહમાં સંબોધન કરતી વખતે આ વાત કહી હતી, જ્યાં તેમણે ઓપરેશનની વિગતો અને વિદેશી મીડિયાના રિપોર્ટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા.

માત્ર 23 મિનિટમાં પૂરું થયું ઓપરેશન સિંદૂર!
અજીત ડોભાલ એ ઓપરેશન સિંદૂરની સફળતા પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આપણે આપણી સ્વદેશી ટેક્નોલોજી વિકસાવવી પડશે. સિંદૂરનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આપણને ગર્વ છે કે તેમાં કેટલી સ્વદેશી સામગ્રી હતી. આપણે પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓ ને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ સરહદી વિસ્તારોમાં નહોતા. આપણાથી કોઈ પણ નિશાન ચૂક્યું નથી. આ સિવાય ક્યાંય નિશાન નથી સાધ્યું. આ એટલું સચોટ હતું કે અમને ખબર હતી કે કોણ ક્યાં છે. આખું ઓપરેશન માત્ર 23 મિનિટમાં પૂરું થઈ ગયું.

વિદેશી મીડિયા પર NSA ડોભાલ ભડક્યા
ડોભાલ એ વિદેશી મીડિયાના રિપોર્ટિંગ પર સખત નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું, વિદેશી મીડિયામાં ઘણું કહેવામાં આવ્યું. પાકિસ્તાને આ કર્યું, તે કર્યું. તમે મને એક પણ ફોટો બતાવો. આજનો યુગ સેટેલાઇટનો છે, તમે મને એક પણ તસવીર બતાવો જેમાં ભારત તરફથી થયેલું કોઈ નુકસાન દેખાઈ રહ્યું હોય.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!