AMCમાં નોકરી અપાવવાના બહાને 82 લાખથી વધુની છેતરપિંડી, ઠગ દંપતી ઝડપાયું

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમિષા અને ધર્મેન્દ્ર વિઠ્ઠલપરાએ અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી છે.

અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ શહેરમાં છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે વધુ એક આંચકાજનક ઘટના સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરનાર એક દંપતીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે. આરોપીઓએ કુલ 82 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

નોકરીની લાલચ આપી લાખો પડાવ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે અમિષા વિઠ્ઠલપરા અને ધર્મેન્દ્ર વિઠ્ઠલપરા નામના દંપતીની ધરપકડ કરી છે. આ દંપતી લોકોને AMCમાં જુદી જુદી પોસ્ટ પર નોકરી અપાવવાની લાલચ આપીને તેમની પાસેથી મોટી રકમ પડાવતું હતું. પોલીસે જણાવ્યું કે આ પતિ-પત્નીએ સંખ્યાબંધ લોકો સાથે છેતરપિંડી કરી છે.

82 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમિષા અને ધર્મેન્દ્ર વિઠ્ઠલપરાએ અત્યાર સુધીમાં 82 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી છે. આ મામલે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે એક્શન લીધા હતા અને દંપતીને ઝડપી પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ જ કેસમાં અગાઉ પણ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ
હાલ ક્રાઈમ બ્રાન્ચે દંપતીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ અને કેટલા લોકો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. લોકોને પણ આવા ફ્રોડથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!