અડધી રાતે જાગી જાય છે… અમદાવાદ વિમાન દુર્ઘટનાનો એકમાત્ર જીવિત મુસાફર હવે શું કરે છે?

પ્લેનક્રેશ બાદ વિશ્વાસને પાંચ દિવસ સુધી સિવિલમાં સારવાર આપવામાં આવી હતી : હવે હાલમાં તે દીવમાં રહીને મનોચિકિત્સકની મદદ લઈ રહ્યો છે

અમદાવાદ વિમાન દુર્ઘટનાનો એકમાત્ર જીવિત મુસાફર હવે શું કરે છે

અમદાવાદ, રવિવાર : અમદાવાદ પ્લેનક્રેશનો એકમાત્ર બચેલ મુસાફર વિશ્વાસકુમાર આજે પણ આઘાતમાંથી બહાર આવી શક્યો નથીઅમદાવાદમાં ગત મહિને થયેલી વિમાન દુર્ઘટનામાં 241 લોકોના દુઃખદ મોત થયા હતાં. દુર્ઘટનાનો એકમાત્ર બચેલો મુસાફર, દીવનો વિશ્વાસકુમાર રમેશ, હાલ શારીરિક રીતે તો સ્વસ્થ છે, પરંતુ મનસિક રીતે હજુ પણ ગંભીર આઘાતમાંથી પસાર થઈ રહ્યો છે. વિશ્વાસના પરિવારજનો જણાવે છે કે, તે અડધી રાતે અચાનક ઉંઘમાંથી જાગી જાય છે અને ઉંઘ ફરી પકડવી મુશ્કેલ બને છે. તે લોકો સાથે વાત કરવાનું ટાળે છે અને પ્લેનક્રેશમાં ભાઈ અજયના અવસાનથી મોટો આઘાત ખાયો છે.હાલ વિશ્વાસકુમાર દીવમાં રહે છે અને મનોચિકિત્સકની તબીબી સહાય લઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસ સારવાર મળ્યા બાદ તે ડિસ્ચાર્જ થયો હતો. પરિવારનું કહેવું છે કે, તેના સંબંધી વિદેશથી ફોન કરે છે, પરંતુ વિશ્વાસ હજુ કોઈ સાથે વાત કરવાનું પણ ઇચ્છતો નથી.વિશ્વાસકુમારને લોકો “નસીબનો બળિયો” ગણાવે છે, પણ તે હજુ પોતાના જીવનની સૌથી મોટી દુર્ઘટના અને નજીકના પોતાના ગુમાવવાના દુઃખમાંથી બહાર આવી શક્યો નથી. લંડન પરત જવાનું તેનું હાલ કોઈ આયોજન નથી.

લોકોનું માનવું છે કે વિશ્વાસ ખૂબ જ ભાગ્યશાળી છે પરંતુ તે ખુદ આ ભયાનક આઘાતમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. વિશ્વાસકુમાર રમેશના સ્વજનોએ જણાવ્યું કે, ‘પ્લેનક્રેશની ઘટના બાદ વિશ્વાસકુમાર રમેશ આજે પણ અડધી રાત્રે અચાનક જાગી જાય છે અને પછી ઉંઘી શકતો નથી, તે લોકો સાથે વાત કરવાનું પણ ટાળે છે’ પ્લેનક્રેશમાં વિમાનમાં સવાર 241ના મોત થયા હતા અને એકમાત્ર મુસાફર દીવના વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયો હતો. જેના કારણે લોકોએ તેને નસબીનો બળિયો ગણાવ્યો હતો. જોકે, આ હોનારતમાં પોતાના ભાઈ અજયને પણ ગુમાવનારા વિશ્વાસકુમારને હાલ મનોચિકિત્સકની મદદ લેવાની જરૂર પડી રહી છે. તેમના પિતરાઈ સન્નીએ જણાવ્યું કે, ‘અમારા ઘણા સ્વજનો વિદેશથી ફોન કરે છે અને વિશ્વાસ સાથે વાત કરવા માગે છે. પરંતુ વિશ્વાસ કોઇ પણ સાથે વાત કરવાનું પસંદ કરી રહ્યો નથી. પ્લેનક્રેશ અને તેમાં પોતાના ભાઈના મૃત્યુના આઘાતમાંથી તે હજુ બહાર આવી શક્યો નથી. તેને ઉંઘવામાં પણ તકલીફ પડી રહી છે. અમે તેને બે દિવસ અગાઉ મનોચિકિત્સક પાસે લઇ ગયા હતા. તેની સારવાર શરૂ જ થઇ હોવાથી લંડન પરત ફરવાનું તેણે હજુ કોઇ આયોજન કર્યું નથી.’ પ્લેનક્રેશ બાદ વિશ્વાસને પાંચ દિવસ સુધી સિવિલમાં સારવાર આપવામાં આવી હતી. હવે હાલમાં તે દીવમાં રહીને મનોચિકિત્સકની મદદ લઈ રહ્યો છે

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!