ગુજરાતમાં મેઘો જામ્યો: 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ, મહેસાણાના સતલાસણામાં 4 ઇંચ સુધી વરસાદ!

આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાંથી 24 તાલુકા એવા છે જેમાં 1 ઇંચથી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજા ફરી સક્રિય બન્યા છે. રવિવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચ્યો હતો. છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા મુજબ, રાજ્યના 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મહેસાણા અને બનાસકાંઠાના બે તાલુકામાં 4 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે, 13 જુલાઈ 2025 સવારે 6 વાગ્યાથી 14 જુલાઈ 2025 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યમાં 140 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના સતલાસણામાં 3.9 ઇંચ અને બનાસકાંઠાના દાંતામાં 3.39 ઇંચ નોંધાયો છે.

જિલ્લો તાલુકો વરસાદ (ઇંચમાં)
મહેસાણા સતલાસણા 3.9
બનાસકાંઠા દાંતા 3.39
બોટાદ બરવાળા 2.72
આણંદ ખંભાત 2.52
આણંદ આણંદ 1.97
ખેડા નડિયાદ 1.81
સાબરકાંઠા ઇડર 1.7
નર્મદા તિલકવાડા 1.69
વડોદરા સિનોર 1.57
વલસાડ ધરમપુર 1.54
ભાવનગર ભાવનગર 1.46
અમદાવાદ ધોળકા 1.42
ખેડા વાસો 1.34
વડોદરા પાદરા 1.34
વડોદરા કરજણ 1.3
દાહોદ ગરબાડા 1.3
ભાવનગર ઘોઘા 1.2
પાટણ સિદ્ધપુર 1.1
વલસાડ ઉમરગામ 1.1
ભરૂચ જંબુસર 1.06
બોટાદ રાનપુર 1.06
બનાસકાંઠા ડીસા 1
મહેસાણા ખેરાલુ 1

 

20 તાલુકામાં વરસાદની માત્ર હાજરી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પ્રમાણે, ગુજરાતના 140 તાલુકા પૈકી 20 તાલુકા એવા છે જેમાં મેઘરાજાએ માત્ર હાજરી પુરાવી છે. આ તાલુકાઓમાં 1-2 mm વરસાદ નોંધાયો છે.

આજથી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી

* 14 જુલાઈ 2025: સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર
* 15 જુલાઈ 2025: સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર
* 16 જુલાઈ 2025: બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ અને મહિસાગર
* 17 જુલાઈ 2025: બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!