યુએસ રાષ્ટ્રપતિએ રશિયાને સ્પષ્ટપણે કહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધ બંધ કરે, નહીં તો તેના પર ભારે ટેરિફ લાદવામાં આવશે

નવીદિલ્હી,સોમવાર: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે . બંને તરફથી મિસાઇલ હુમલાના સમાચાર આવતા રહે છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેના આ યુદ્ધને રોકવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા છે, પરંતુ કોઈ ઉકેલ મળી શક્યો નથી. હવે ટ્રમ્પે પોતાના ‘ટેરિફ બોમ્બ’થી યુદ્ધ બંધ કરવાની તૈયારી કરી છે અને રશિયાને મોટી ચેતવણી આપી છે. યુએસ રાષ્ટ્રપતિએ રશિયાને સ્પષ્ટપણે કહ્યું છે કે યુક્રેન સાથે યુદ્ધ બંધ કરે, નહીં તો તેના પર ભારે ટેરિફ લાદવામાં આવશે. તેમણે આ માટે સમયરેખા પણ નક્કી કરી છે.
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે રશિયાને ચેતવણી આપી હતી કે જો યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ કરાર નહીં થાય, તો તેને ભારે ટેરિફનો સામનો કરવો પડશે. રાષ્ટ્રપતિએ તેને 50 દિવસની અંદર તેનો અમલ કરવા માટે સમય આપ્યો છે અને આ પછી, તેમણે કહ્યું છે કે રશિયા અને સંભવતઃ તેના વેપારી ભાગીદારો પર ખૂબ મોટા ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે ઓવલ ઓફિસમાં નાટો સેક્રેટરી જનરલ માર્ક રુટ સાથેની મુલાકાત દરમિયાન કહ્યું, ‘જો 50 દિવસમાં કોઈ કરાર નહીં થાય, તો અમે ખૂબ મોટા અને કડક ટેરિફ લાદીશું.’ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ ટેરિફ ગૌણ ટેરિફ હશે, જે રશિયા સાથે વેપાર કરતા દેશોને પણ લક્ષ્ય બનાવશે, જેથી મોસ્કોને આર્થિક રીતે અલગ કરી શકાય.











