સાબર ડેરી બહાર પશુપાલકોનો ઉગ્ર વિરોધ, પોલીસ સાથે અથડામણ, પથ્થરમારો અને લાઠીચાર્જ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સાબર ડેરી ખાતે દૂધના ભાવમાં ફેરફારના મુદ્દે પશુપાલકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું

ગાંધીનગર,સોમવાર:  સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી સાબર ડેરી ખાતે દૂધના ભાવમાં ફેરફારના મુદ્દે પશુપાલકોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન હિંસક બન્યું, જેના કારણે પોલીસ અને પશુપાલકો વચ્ચે તીવ્ર અથડામણ થઈ. પશુપાલકોએ ડેરીના મુખ્ય ગેટ અને CCTV કેમેરા તોડી નાખ્યા, જ્યારે પોલીસે ટોળાને નિયંત્રણમાં લેવા લાઠીચાર્જ અને 20થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા. આ ઘટનામાં 3 પોલીસકર્મીઓ સહિત 8 લોકો ઇજાગ્રસ્ત થયા અને 4 વાહનોને નુકસાન થયું.

સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે દૂધના ભાવમાં માત્ર 10-12%નો વધારો કરવામાં આવ્યો, જ્યારે પશુપાલકો 20-25% ભાવ વધારાની માગણી કરી રહ્યા હતા. પશુપાલકોનો આરોપ છે કે ડેરી તેમની માગણીઓ સાંભળતી નથી અને રજૂઆત કરવા માટે અંદર જવા દેવામાં આવ્યા નથી. આ ઉપરાંત, ગયા વર્ષની સરખામણીએ ઓછા ભાવ ચૂકવાતા હોવાની ફરિયાદ પશુપાલકોએ ઉઠાવી. આ વિરોધમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો ઉપરાંત ખેડૂતો પણ જોડાયા હતા.

વિરોધ પ્રદર્શન દરમિયાન પશુપાલકોએ સાબર ડેરીના મુખ્ય ગેટને તોડીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને રોક્યા. આનાથી ઉશ્કેરાયેલા પશુપાલકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો, જેના જવાબમાં પોલીસે આત્મરક્ષણ માટે લાઠીચાર્જ અને ટીયરગેસનો ઉપયોગ કર્યો. ડેરીની દીવાલની ગ્રીલ અને CCTV કેમેરાને નુકસાન થયું, જ્યારે હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર ચક્કાજામ થયો. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ અને 80 જેટલા પોલીસકર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!