‘Buy Now Pay Later’: સુવિધા કે છૂપો ખર્ચાળ જાળ? ખરીદી કરતા પહેલા ચેતી જજો!

બાય નાઉ, પે લેટર સાંભળવામાં જેટલું સરળ લાગે છે, તેટલું સસ્તું અને સીધું નથી હોતું. જો તમે સમજદારીપૂર્વક તેનો ઉપયોગ નહીં કરો, તો તે તમને ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ્સમાં મૂકી શકે છે.

અમદાવાદ, શુક્રવાર
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન શોપિંગ દરેકની આદત બની ગઈ છે. આ જ કારણ છે કે “બાય નાઉ પે લેટર”સ્કીમ ખૂબ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. ખાસ કરીને યુવાનો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે, કારણ કે આનાથી પૈસા ચૂકવ્યા વિના પણ તરત જ કોઈ પણ વસ્તુ ઘરે લાવી શકાય છે અને તેની કિંમત સરળતાથી ઇન્સ્ટોલમેન્ટ્સમાં ચૂકવી શકાય છે.

પરંતુ આ સ્કીમ જેટલી સરળ અને સસ્તી દેખાય છે, તેટલી જ વાસ્તવમાં ડેન્જરસ પણ હોઈ શકે છે. જો તમે તેને સમજદારીપૂર્વક ઉપયોગ નહીં કરો, તો તે તમારા પોકેટ પર ભારે પડી શકે છે. કોઈપણ સ્કીમનો ફાયદો ત્યારે જ છે જ્યારે તમે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. BNPL જેટલી સુવિધા આપે છે, તેટલું જ મોટું નુકસાન પણ ચૂપચાપ આપી શકે છે. તેથી, ખરીદી કરતા પહેલા એકવાર વિચારવું ખૂબ જ જરૂરી છે.

BNPL કેમ બની શકે છે તમારા માટે જોખમી?

આદત બની જાય છે વધુ ખર્ચ કરવાની
“કોઈ પેમેન્ટ અત્યારે નહીં, પછી આપીશું” – આ જ વિચાર ઘણીવાર આપણને બિનજરૂરી વસ્તુઓ ખરીદવા માટે મજબૂર કરી દે છે. આપણને લાગે છે કે પ્રોડક્ટ સસ્તી છે, પરંતુ ધીમે ધીમે આપણા ખર્ચ જરૂરિયાત કરતાં પણ વધી જાય છે.

છુપાયેલા ચાર્જીસથી વધી જાય છે બિલ
મોટાભાગની BNPL કંપનીઓ શરૂઆતમાં કહે છે કે કોઈ ઇન્ટરેસ્ટ (વ્યાજ) કે એક્સ્ટ્રા ચાર્જ નહીં લાગે. પરંતુ જો તમે એક પણ ઇન્સ્ટોલમેન્ટ સમયસર ન ચૂકવી શકો, તો 500 થી 1000 સુધીની લેટ ફી લાગી શકે છે. ક્યારેક-ક્યારેક પ્લેટફોર્મ કન્વીનીયન્સ ફી કે ટેક્સ પણ ઉમેરી દે છે, જે નાના-નાના હોય છે પણ ભેગા મળીને મોટું બિલ બનાવી દે છે.

તમારા ક્રેડિટ સ્કોર પર અસર કરી શકે છે
જો તમે BNPL નું પેમેન્ટ સમયસર ન કર્યું, તો તમારી જાણકારી ક્રેડિટ બ્યુરો ને મોકલી શકાય છે. આનાથી તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે અને ભવિષ્યમાં લોન કે ક્રેડિટ કાર્ડ લેવામાં મુશ્કેલી આવી શકે છે.

ઉધારીની આદત પડી શકે છે
પૈસા તરત આપવાની જરૂર ન હોવાથી, લોકો વધુ શોપિંગ કરી લે છે. એકસાથે ઘણી BNPL સ્કીમ્સનો ઉપયોગ કરવાથી દર મહિને ઘણા બધા પેમેન્ટ્સ બનવા લાગે છે, જેને સમયસર મેનેજ કરવું મુશ્કેલ બની શકે છે.

ગ્રાહક સુરક્ષા ઓછી હોય છે
ક્રેડિટ કાર્ડ ની સરખામણીમાં BNPL માં ગ્રાહકને ઓછી સુવિધા મળે છે. જો પ્રોડક્ટ ખરાબ નીકળે કે રીટર્ન (વસ્તુ પરત) કરવાનું હોય, તો પણ EMI કપાતી રહે છે કારણ કે BNPL કંપની અને મર્ચન્ટ (વેપારી) વચ્ચે યોગ્ય જાણકારી પહોંચી શકતી નથી.

BNPLનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો?
BNPL નો ઉપયોગ સંપૂર્ણપણે ખોટો નથી. પરંતુ તેનો ઉપયોગ ફક્ત એવી ખરીદીઓમાં કરો, જે જરૂરી હોય અને જેના હપ્તા તમે સમયસર ચૂકવી શકો. દરેક વખતે ‘Pay Later’ પર ક્લિક કરતા પહેલા ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ (શરતો) જરૂર વાંચો અને વિચારો કે તમને ખરેખર આ વસ્તુ જોઈએ છે કે નહીં.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!