દહેગામ ગ્રામ્ય વિસ્તારમાં રોડ રિપેરિંગ શરૂ, લવાડથી ગોબરી સુધીના માર્ગનું સમારકામ

આ પહેલથી ગ્રામ્ય વિસ્તારના રહીશોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા છે.

દહેગામ, શુક્રવાર
ગાંધીનગર જિલ્લામાં ચોમાસાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓના સમારકામની કામગીરી રાજ્ય સરકારના નિર્દેશ બાદ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા દહેગામ તાલુકાના મહત્વના લવાડથી ગોબરી સુધીના રસ્તા પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તાજેતરના ભારે વરસાદને કારણે આ માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા, જેનાથી સ્થાનિક નાગરિકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગની ટીમ રસ્તા પરના ખાડાઓ અને અન્ય નુકસાનને સુધારવા માટે સતત કાર્યરત છે.

આ પહેલથી ગ્રામ્ય વિસ્તારના રહીશોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે તેવી આશા છે. વિભાગ દ્વારા સમગ્ર કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી રસ્તાનું સમારકામ ઉચ્ચ ગુણવત્તા સાથે સમયસર પૂર્ણ થાય. આ સમારકામથી લવાડ અને ગોબરી સહિત આસપાસના ગામોના લોકોને નોંધપાત્ર રાહત મળશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!