ગુજરાતમાં APP સક્રીય, કેજરીવાલ અને CM માન ચૈતર વસાવા માટે કરશે રેલી

વિસાવદર બેઠક પર તાજેતરની જીત બાદ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા સક્રિય બની છે.

ગાંધીનગર,શુક્રવાર:   વિસાવદર બેઠક પર તાજેતરની જીત બાદ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા સક્રિય બની છે. આ દરમિયાન, AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 23 જુલાઈથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. બંને નેતાઓ સાબરકાંઠામાં ચાલી રહેલા ખેડૂત-પશુપાલકોના આંદોલનને સમર્થન આપવા અને AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પર થયેલી કથિત ખોટી કાર્યવાહીના વિરોધમાં મોટી રેલીઓ યોજશે.

AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી કે 23 જુલાઈએ મોડાસા ખાતે અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ યોજાશે, જેમાં સાબર ડેરીના વિવાદાસ્પદ દૂધ દર નિર્ધારણ અને પશુપાલકોના હકની લડતને સમર્થન આપવામાં આવશે. આ ઉપરાંત, 24 જુલાઈએ ડેડીયાપાડા ખાતે ‘ન્યાય સભા’નું આયોજન કરવામાં આવશે, જેમાં જેલમાં બંધ ચૈતર વસાવાના સમર્થનમાં અને આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવવામાં આવશે. આ રેલીઓ દ્વારા AAP ગુજરાતના ખેડૂતો, પશુપાલકો અને આદિવાસી સમુદાયોના મુદ્દાઓને રાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવા માંગે છે

સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સાબર ડેરી), જે દરરોજ 7.5 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરે છે, તે તાજેતરમાં દૂધના દરના વાર્ષિક સુધારા અંગે વિવાદમાં આવી છે. આ વિવાદે 17 જુલાઈએ હિંસક સ્વરૂપ લીધું, જેમાં પોલીસે આંદોલનકારીઓ પર આંસુગેસનો ઉપયોગ કર્યો હતો. AAPએ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને ખેડૂતો-પશુપાલકોની માંગણીઓને સમર્થન આપવા માટે આ મહાપંચાયતનું આયોજન કર્યું છે.ચૈતર વસાવાની ધરપકડનો વિરોધ
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પર કથિત ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા હોવાનો આરોપ મૂકીને પાર્ટીએ આદિવાસી સમુદાયના હકની લડાઈને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. ડેડીયાપાડા ખાતે યોજાનારી ‘ન્યાય સભા’માં કેજરીવાલ અને માન આદિવાસીઓના પ્રશ્નો અને વસાવા પરના કેસોનો મુદ્દો ઉઠાવશે

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!