ગાંધીનગરના પેથાપુરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, ડિગ્રી વિના ચલાવતો હતો ક્લિનિક

આ બોગસ ડોક્ટર પોતાના જ ઘરમાં એક ક્લિનિક ચલાવતો હતો અને ત્યાં દર્દીઓને દવાઓ આપતો હતો. SOGએ દરોડો પાડીને આરોપી ડોક્ટર પાસેથી મોટી માત્રામાં દવાઓ કબ્જે કરી છે.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગરના પેથાપુરમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. કોઈ પણ માન્ય ડિગ્રી કે યોગ્યતા ન હોવા છતાં આ વ્યક્તિ દર્દીઓની સારવાર કરતો હતો. ગાંધીનગર સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ (SOG) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, આ બોગસ ડોક્ટર પોતાના જ ઘરમાં એક ક્લિનિક ચલાવતો હતો અને ત્યાં દર્દીઓને દવાઓ આપતો હતો. SOGએ દરોડો પાડીને આરોપી ડોક્ટર પાસેથી મોટી માત્રામાં દવાઓ કબ્જે કરી છે. આ ઘટનાએ સ્વાસ્થ્ય સેવાઓમાં છેતરપિંડી અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતી ચેડાંની ગંભીરતા ફરી એકવાર ઉજાગર કરી છે. SOG દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!