હવે કરીના પણ એક હોરર લવ સ્ટોરી સાથે સ્ક્રીન પર ધમાકેદાર વાપસી માટે તૈયાર : પોતાની વય કરતાં અડધી ઉંમરના હીરો સાથે રોમાન્સ કરતી નજરે પડશે

મુંબઈ, શનિવાર : બોલીવૂડમાં હોરર ફિલ્મોનો ટ્રેન્ડ ફરી જોર પર છે, અને હવે આ લિસ્ટમાં જોડાઈ રહી છે અભિનેત્રી કરીના કપૂર. તાજેતરમાં કાજોલની ‘મા’ બાદ હવે કરીના પણ એક હોરર લવ સ્ટોરી સાથે સ્ક્રીન પર ધમાકેદાર વાપસી માટે તૈયાર છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં કરીના એક ઘોસ્ટ (ભૂત)ની ભૂમિકા ભજવશે, અને પોતાની વય કરતાં અડધી ઉંમરના હીરો સાથે રોમાન્સ કરતી નજરે પડશે.
બોલીવૂડમાં ઉપરાછાપરી હોરર ફિલ્મો હિટ થઈ તે પછી બધા કલાકારોને હોરર ફિલ્મ કરવાનો ચસ્કો લાગ્યો છે. તાજેતરમાં કાજોલની ‘માં’ ફિલ્મ આવ્યા બાદ હવે કરીના પણ એક હોરર ફિલ્મ કરવાની છે. આ ફિલ્મમાં કરીના એક ઘોસ્ટ તરીકે દેખાશે. એક દાવા મુજબ તે પોતાના કરતાં અડધી ઉંમરના હિરો સાથે સ્ક્રીન શેર કરવાની છે. ૪૪ વર્ષીય કરીના કપૂર આ ફિલ્મમાં ૨૦ વરસના યુવાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.ફિલ્મની વાર્તા તથા કાસ્ટની વિગતો ટૂંક સમયમાં ઓફિશિયલી જાહેર થઈ શકે છે. બોલીવૂડમાં હાલ હિરો અને હિરોઈન વચ્ચે વયનો બહુ મોટો તફાવત હોય તેવી અનેક ફિલ્મો આવી છે કે બની રહી છે.











