બરખા તુલસીના પતિ મિહિરના પ્રેમમાં હોવાનું દર્શાવાશે : પહેલી સીઝનમાં પણ તુલસીના પતિ મિહિરને મંદિરા બેદી સાતે અફેર હોવાનું દર્શાવાયુ હતું

મુંબઈ, રવિવાર : એક્ટા કપૂરની આઈકોનિક સીરિયલ ‘ક્યોં કિ સાસ ભી કભી બહુથીહવે નવી સીઝન સાથે ટેલિવિઝન સ્ક્રીન પર વાપસી કરી રહી છે. જ્યાં ફરી એકવાર તુલસી વીરાણીના પાત્રમાં સ્મૃતિ ઈરાની જોવા મળશે. પરંતુ આ સીઝનમાં એક નવા ડ્રામા અને પ્રણય ત્રિકોણ સાથે દર્શકો માટે એક તાજો ચહેરો પણ જોડાયો છે – અને તે છે બરખા બિષ્ટ.
એકતા કપૂરની હિટ સીરિયલ ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી’ની સીઝન ટુ આવી રહી છે. જેમાં તુલસી વીરાણીના રોલમાં સ્મૃતિ ઇરાની જોવા મળવાની છે. હવે આ સીરિયલને લઇને અપડેટ છે કે, તેમાં બરખા બિષ્ટની એન્ટ્રી થઇ છે. બરખા તુલસીના પતિ મિહિરના પ્રેમમાં હોવાનું દર્શાવાશે. આમ આ વખતે તુલસી,મિહિર અને બરખાનો પ્રણય ત્રિકોણ જોવા મળશે. પહેલી સીઝનમાં પણ તુલસીના પતિ મિહિરને મંદિરા બેદી સાતે અફેર હોવાનું દર્શાવાયુ હતું. બરખાએ પોતે આ શોનો ભાગ હોવાનું કન્ફર્મ કર્યું છે. બરખા આ પહેલાં અનેક હિટ ટીવી સીરિયલોમાં દેખાઈ ચૂકી છે. આ ઉપરાંત તેણે ‘રામલીલા’ સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.










