ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા અનુસાર 20 જુલાઈ સવારે 6 વાગ્યાથી 21 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધડબડાટી બોલાવવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં જૂનાગઢના માંગરોળ અને જામનગરના જોડિયામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં સવારથી જ મેઘમહેર
આજે સોમવારે 21 જુલાઈ 2025ના રોજ સવારથી જ અમદાવાદ શહેર મેઘથી છવાઈ ગયું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના બે કલાકમાં અમદાવાદ શહેરમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યભરમાં 24 કલાકનો વરસાદ
ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા અનુસાર 20 જુલાઈ સવારે 6 વાગ્યાથી 21 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો હતો.
સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 3.5 ઈંચ નોંધાયો હતો.
આ ઉપરાંત, જામનગરના જોડિયામાં પણ 3.1 ઈંચ વરસાદ નોંધાયો છે.
| જિલ્લો | તાલુકો | વરસાદ (ઈંચમાં) |
| જૂનાગઢ | જૂનાગઢ શહેર | 2.76 |
| જૂનાગઢ | જૂનાગઢ | 2.76 |
| વલસાડ | વાપી | 2.48 |
| વલસાડ | ઉમરગામ | 2.36 |
| કચ્છ | ભચાઉ | 2.01 |
| રાજકોટ | ગોંડલ | 1.81 |
| નવસારી | જલાલપોર | 1.77 |
| સુરત | સુરત શહેર | 1.77 |
| નવસારી | નવસારી | 1.69 |
| ભાવનગર | સિહોર | 1.65 |
| દેવભૂમિ દ્વારકા | ભાનવડ | 1.61 |
| જૂનાગઢ | વંથલી | 1.38 |
| જામનગર | જામજોધપુર | 1.38 |
| રાજકોટ | જામકંડોરણા | 1.4 |
| ગીર સોમનાથ | સુત્રાપાડા | 1.38 |
| જૂનાગઢ | માળિયા હાટિના | 1.3 |
| ભરૂચ | વાલિયા | 1.3 |
| જૂનાગઢ | કેશોદ | 1.3 |
| દેવભૂમિ દ્વારકા | કલ્યાણપુર | 1.1 |
| જામનગર | જામનગર | 1.1 |
| મોરબી | ટંકારા | 1.06 |
| મોરબી | માળિયા | 1.1 |
| કચ્છ | અંજાર | 1 |
ઉપરોક્ત 141 તાલુકા પૈકી 19 તાલુકામાં માત્ર 1-2 MM (મિલીમીટર) વરસાદ નોંધાયો હતો, જ્યાં મેઘાએ ફક્ત હાજરી પુરાવી હતી.
સૌરાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.











