ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો: 24 કલાકમાં 84 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો

હવામાન વિભાગે આજે, ગુરુવારે દક્ષિણ ગુજરાતના 8 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, પરંતુ છેલ્લા 24 કલાકમાં વરસાદની ગતિ ધીમી પડી છે. રાજ્યના 91 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જોકે તેમાંથી 84 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે. આ આંકડા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ઘટાડો જોવા મળ્યો છે. 23 જુલાઈ સવારે 6 વાગ્યાથી 24 જુલાઈ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ક્યાં કેટલો વરસાદ? ટોપ 7 તાલુકા પર એક નજર
જોકે, આ 84 તાલુકાઓમાંથી માત્ર 7 તાલુકાઓમાં જ 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ તાલુકાઓમાં 1 થી 2.50 ઇંચ વચ્ચે વરસાદ પડ્યો છે.

જિલ્લો તાલુકો વરસાદ (ઇંચમાં)
વલસાડ ધરમપુર 2.13
વલસાડ પારડી 1.89
તાપી વ્યારા 1.81
તાપી વાલોદ 1.77
સુરત મહુવા 1.54
નવસારી ખેરગામ 1.26
વલસાડ કપરાડા 1.22

31 તાલુકામાં માત્ર હળવો વરસાદ

SEOC ગાંધીનગરના આંકડા મુજબ, 91 તાલુકાઓમાંથી 31 તાલુકા એવા છે જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી છે. આ વિસ્તારોમાં નામ માત્ર 1-2 MM વરસાદ નોંધાયો હતો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!